સૌ સજે મંચ પોતપોતાનો
કોતરે કંઠ પોતપોતાનો.
માણસો સાત રંગમાં ડૂબી,
શોધતા રંગ પોતપોતાનો.
આમ, સાથે બધાય બેસીને,
ઘૂંટશે અંક પોતપોતાનો.
રાય કે રંક કોઈ ક્યાં જાણે ?
આદિ ને અંત પોતપોતાનો !
જાત વેંઢારવા જરૂરી છે,
સાબદો સ્કંધ પોતપોતાનો.
કૈંક ફાંટા ને કૈંક ફંદામાં,
પાંગરે પંથ પોતપોતાનો.
છાપ-કંઠી, ધજા-પતાકા થઈ,
ઊછરે સંત પોતપોતાનો.
One thought on “પોતપોતાનો – નીતિન વડગામા”
નીતિનભાઈ,
સચોટ ગઝલ. સાચે જ .. જાત વેંઢારવા કાજ જરૂરી છે સ્કંધ પોતાનો !અને તે પણ સાબદો ! હા! ઢીલાપોચાનું કામ નહીં. ખરું ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }