Archive for May, 2012

ગીત – મહેશ શાહ

તમને ફૂલ દીધું’તું ત્યારે હૈયું મારું ધર્યું’તું, તમે હાથમાં લઈ સૂંઘીને હળવું સ્મિત કર્યું’તું. સવારના તડકા જેવી કંઈ હૂંફ હોઠ પર લાવી, તમે કહ્યું કંઈ ધીમે સાદે હળવે ડોક હલાવી, ઊભાં હતાં ત્યાં જરા ખસી જઈ પગલું એક ભર્યું’તું. તમે આંખમાં ભરી આગમન મારા સુધી વહ્યાં’તાં, મને સમેટી લઈ એકલો કશું ન કહી રહ્યાં’તાં, કહો […]

ગઝલ – ભગવતીકુમાર શર્મા

મેં મારા મનને આકરી શિક્ષા કરી હતી; કારણ કે એણે મોક્ષની ઈચ્છા કરી હતી. આવો ન આવો આપ; ફરક કંઈ નહીં પડે; હું પણ ન જાણું તેમ પ્રતીક્ષા કરી હતી. બોલાયું’તું તો માત્ર તમારું જ નામ ત્યાં; લોકોએ મારા નામની ચર્ચા કરી હતી. અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે; સંભવ નહોતો ત્યાં મેં […]

ધુમાડો – રાકેશ હાંસલિયા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ભલે આજ છે આ ચલમનો ધુમાડો, કદી એ જ બનશે અગમનો ધુમાડો ! નથી આયનામાં ચહેરો કળાતો, નડે છે બધાંને અહમનો ધુમાડો ! હૃદયમાં, ગલીમાં, નગરમાં, જગતમાં, સકળમાં ભમે છે ભરમનો ધુમાડો ! થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને ? નડે છે નજરને ધરમનો ધુમાડો ! નહીં સાથ છોડે ભવોભવ બધાંનો, સદા સંગ […]

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] કોઈ ખેતર, કોઈ મિલકત ના રહી, ગામમાં જાવાની હિમ્મત ના રહી. આંસુઓમાં સાવ ભૂંસાઈ ગઈ, બાપદાદાની વસિયત ના રહી. છે બધા ફળિયામાં વંડીઓ હવે, કોઈ મજિયારી મહોબ્બત ના રહી. ગામ મારું શ્હેરની નબળી નકલ, ક્યાંયથી પોતાની કિસ્મત ના રહી. એ જ એનું એ જ છે સઘળું છતાં, સર્વ બદલાયું, એ બરકત ના […]

ભારતીય સંસ્કૃતિના સર્જકો – દિનકર જોષી, યોગેશ પટેલ

[ ભારતમાં અવતરેલા ઉત્તમ મહાપુરુષો, ઋષિઓ અને સંતોના જીવનની ટૂંકી ઝાંખી કરાવતા સુંદર પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિના સર્જકો’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] યોગીશ્વર યાજ્ઞવલ્ક્ય [dc]યો[/dc]ગીશ્વર યાજ્ઞવલ્યં નારાયણં નમસ્કૃત્ય – આ મંત્ર પ્રમાણે પ્રથમ નમસ્કાર યોગીશ્વર યાજ્ઞવલ્ક્યને અને ત્યાર પછી નારાયણને નમસ્કાર. આવી મહત્તા યાજ્ઞવલ્ક્યની છે. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.