Archive for June, 2012

પરપોટા – ચિનુ મોદી

ભલે પવનના પડતા નહીં પણ, મારા પડશે ફોટા આ કોણ કહે ? પરપોટા ? શરીરના ફરતા લોહીમાં જ્યાં હોબાળો જાગ્યો, ગઈ રાત્રે હું મુઠ્ઠી વાળી નિંદરમાં બઉ ભાગ્યો- પગને કંઈ પણ જાણ નહીં તે રસ્તા લીધા ખોટા આ કોણ કહે ? પરપોટા ? શ્વાસ લઉં ને મૂકું તો જે તડાક દઈ તરડાય; જાળવણી એની કરવામાં […]

મારગ – ફારુક શાહ

મારગ રીંસે ભરાય એ પહેલાં ……… જોગી ભઈલા જાગો ! ઊઠી ડમરિયું ઉત્તરથી તે ………દખ્ખણ ઘોર કળાય વેરણ-છેરણ દહાડા પ્રથમી ………માથે રે પછડાય કઈ દિશેથી ઉપાય કરિયેં, ………કેમ કરીને ભાગો ? હરખ ઉઠાવી માઈલા વેણે ………ગૂંથવાં સારાં વાનાં સાંસની તોલે અંદર-બાહર ………ઝળહળતાં કરવાનાં ગગનમંડળથી અમરિત વરસે ………એવે સાદે ગાજો

જોઈએ છે સર્વાંગ સુંદર વિવાહવિધિ – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9376855363.] [dc]દ[/dc]ર બે-ચાર વર્ષે આવો પ્રસંગ અચૂક આવે છે, જ્યારે લગ્ન કરવા ઈચ્છતું યુગલ અથવા તો એમનાં માતાપિતા અમારી પાસે માગણી કરે કે ચીલાચાલુ પદ્ધતિથી નહીં, પણ નવયુગને લાયક એવી કોઈ પદ્ધતિ દ્વારા અમારાં લગ્ન કરાવે. પુરાતન અને અદ્યતન યુગના […]

પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે દીવા’ પુસ્તકમાંથી સાભાર.] [1] બે રત્નો ગૌતમભાઈ સંસારી સાધુ જેવા હતા. સંસારમાં હતા તોય લાલસા કે લોલુપતા નહોતી. પ્રામાણિક રીતે પોતાનો ધંધો કરી ઘર સારી રીતે ચાલે એટલું કમાઈ લેતા. તેમનાં પત્ની શોભનાબહેન પણ ધર્મપરાયણ અને સરળ સ્વભાવનાં હતાં. દંપતીને બે પુત્રો હતા. બંને ભણવામાં હોશિયાર. ગૌતમભાઈને એક વાર ‘માસિવ હાર્ટઍટેક’ આવી ગયેલો, […]

ગીત પૂરું થાય તે પહેલા…. – હર્ષદ દવે

[‘પલ દો પલ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.] [dc]રો[/dc]જિંદી એકધારી જિંદગીથી કંટાળીને ઘણા લોકો નવાં આયોજનો કરે છે. એવાં આયોજનોમાં પ્રવૃત્ત થવું એ તેમની આદત નથી હોતી તેથી તેને વિશે તેમણે બહુ વિચાર પણ કર્યો હોતો નથી. તેથી તેઓને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.