આપણો કક્કો જ સાચો ક્યાં સુધી ?
કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી ?
બાથમાં લેવા ગગન ઊડી પતંગ
પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી ?
વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં
એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી ?
ને શરીરી સત્યને શ્રી માનતાં
તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી ?
સાર સઘળો છે અઢી અક્ષર મહીં
પુસ્તકો દળદાર વાંચો ક્યાં સુધી ?
4 thoughts on “ક્યાં સુધી – વીરેન મહેતા”
ક્યાં સુધી ? સાચે જ ખુબ જ અર્થપુણ વાત.
બાથમાં લેવા ગગન ઊડી પતંગ
પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી કયારેક કાચો માંજો કામ આવે
nice and true
superlike sir