ક્યાં સુધી – વીરેન મહેતા

આપણો કક્કો જ સાચો ક્યાં સુધી ?
કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી ?

બાથમાં લેવા ગગન ઊડી પતંગ
પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી ?

વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં
એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી ?

ને શરીરી સત્યને શ્રી માનતાં
તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી ?

સાર સઘળો છે અઢી અક્ષર મહીં
પુસ્તકો દળદાર વાંચો ક્યાં સુધી ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાધો – હરીશ મીનાશ્રુ
કાગળિયામાં છે ? – અનિલ ચાવડા Next »   

4 પ્રતિભાવો : ક્યાં સુધી – વીરેન મહેતા

 1. Bhumika says:

  ક્યાં સુધી ? સાચે જ ખુબ જ અર્થપુણ વાત.

 2. બાથમાં લેવા ગગન ઊડી પતંગ
  પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી કયારેક કાચો માંજો કામ આવે

 3. daksh says:

  nice and true

 4. harshad says:

  superlike sir

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.