સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો…
હારી જઈશું તો ઈડરિયો
…..ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
……હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો….
અનંતની ચોપાટ પાથરી
…….હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
……. હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ…. સાધો…
2 thoughts on “સાધો – હરીશ મીનાશ્રુ”
Harishbhai Minashru is really a person of deep spiritual understanding with innate love for God..His words make any
seeker glad so it’s obvious this is an excellent poem…
Salisbury-MD,USA
હરીશભાઈ,
ભજન ગ્મ્યું. પરંતુ બહુ ટુંકુ નથી લાગતું ?
કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )