[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
પગરવ સુણાવો અથવા નીરવતાને બુઝાવો,
કાં તો અમીરી દ્યો કાં ગરીબીને હટાવો.
નાહક ન એને રણના તમે પાઠો ભણાવો,
પહેલાં બિચારાં જળને બરફ શું છે બતાવો
તારા સિવાય ક્યાંયે નથી ઠરતું હવે મન,
આ છે પ્રભાવ તારો કે છે મારા અભાવો.
એ છે સહજ ને એને સહજતાથી થવા દો,
કોઈ રીતે ગઝલને અભિનય ના કરાવો.
લખવા કે બોલવાનું રહે કંઈ ના પછીથી,
એકાદ લીટી અમને કદી એવી લખાવો.
One thought on “ગઝલ – અશરફ ડબાવાલા”
અશરફભાઈ,
મદમસ્ત ગઝલ આપી. આભાર. ભાઈ, ગઝલ તો હૃદયનો આર્તનાદ છે… તે સહજ જ હોય, તેને અભિનય કાં શોભે ? … સલામ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}