કાગળિયામાં છે ? – અનિલ ચાવડા

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે,
‘લખાણ શું કાગળિયામાં છે ?’

સૂક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે ?

વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે ?

કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.

મારામાં ડૂબીને જુઓ,
ઉપર છે એ તળિયામાં છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ક્યાં સુધી – વીરેન મહેતા
ગઝલ – અશરફ ડબાવાલા Next »   

2 પ્રતિભાવો : કાગળિયામાં છે ? – અનિલ ચાવડા

  1. Sandhya Bhatt says:

    વાહ્..સુન્દર અનિલભાઈ જેવા લાંબી બહરમા તેવા જ ટૂકી બહરમા નિખરે છે.

  2. Ajay Parmar says:

    અનિલ, બહુ સરસ !

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.