[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
પહેલી વાર
લાઈટનું બિલ ભર્યું
આજે
કપાયેલા ટેલિફોનનું
કરાવ્યું મેં કનેકશન
પહેલી વાર
બેંકમાં જઈ ચેક ભર્યો
થોડા પૈસા ઉપાડ્યા મેં
પહેલી વાર
ટિંકુડાની સ્કૂલમાં જઈ
અરજી કરી ફ્રીશીપની
ગઈ કાલે
રેશનના કાર્ડમાંથી
એક નામ
કરાવીને આવી
કમી
આ બધું મેં
પહેલી વાર કર્યું
તારા ગયા પછી
7 thoughts on “પહેલીવાર – સતીશ વ્યાસ”
Khua j saras chotdar.
Hraday sparshi
મતલબ કે હૈયા મા ઢોલ ધબુક્યો તારા ગયા પછિ.
ખુબ જ સરસ અછાનદસ રચના.
હ્રદય સ્પર્શી
પ્રિય સતિશ,
મને પેલિ મિયા ભૈ નિ વર્ત યાદ આવિ ગૈ. કાલિ કુતરિ મરિ ગૈ અને મિય ભૈ નિ ખિચ્દિ સદ્તિ ગૈ…..
માણસ ના ગયા પછી તેના પરિવાર પર આવતી મુશ્કેલિયો નો ચિતાર ખુબજ હૃદયસ્પર્શી શબ્દો દ્વારા કરવામાં આવેલ છે.
ખુબજ સુંદર……
સતીશભાઈ!
ર્હ્દયસ્પર્શી કવિતા ગમી.
કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )
બહુ વાસ્તવિક્