ભીડમાં…. – મધુમતી મહેતા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

સૂમસામ છે બધુંય સંબંધોની ભીડમાં
આવ્યા ભલે બધાય પ્રસંગોની ભીડમાં

તરતા મૂક્યા હતા ધીરેક તારી યાદમાં
દીવા તણાઈ જાય તરંગોની ભીડમાં

એ સાથમાં હતી છતાંય ત્યાં હતી નહીં
દોરી મળે ન ક્યાંય પતંગોની ભીડમાં

શોધું છું શામળા તે સામે જ તો હતા
ખરચાઈ ગઈ ક્ષણો તો અભંગોની ભીડમાં

રસ્તોય આ રહ્યો ને ના દૂર મંઝિલો
અટવાઈ ગ્યા અમે તો સંતોની ભીડમાં

જે પામવાને માટે આપે કરી સફર
ખોવાઈ એ ક્ષણો જ પ્રબંધોની ભીડમાં

વણજો ગઝલનું પોત જરા ધ્યાન રાખીને
બદલાઈ જાય અર્થો શબ્દોની ભીડમાં

રડવું તજીને મ્હેતા એનો કરો જશન
તમને મળ્યું છે શ્વેત જે રંગોની ભીડમાં


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પહેલીવાર – સતીશ વ્યાસ
ગમે છે ! (બાળગીત) – કરસનદાસ લુહાર Next »   

9 પ્રતિભાવો : ભીડમાં…. – મધુમતી મહેતા

 1. VIMAL RATHOD says:

  khoob aj saras…

 2. sanat dave says:

  KHUB SUNDAR.

 3. kalpesh Solanki "kalp" says:

  ખુબ સરસ ગઝલ છે…………….

 4. jigna says:

  અતિ સુન્દર

 5. Meeta Kawa says:

  this is nice ghazal . . .

 6. p j paandya says:

  એક્દ સરસ્

 7. hemlata says:

  “Je pamvane mate Kari ape safar….its so heart touching

 8. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મધુમતીબેન,
  મદમસ્ત ગઝલ આપી. આભાર. વણજો ગઝલનું પોત આવું … ને … આવું .
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.