[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]
અમને લીલાં ઝાડ ગમે છે !
ભીના ભીના પહાડ ગમે છે !
આકાશોની આડ ગમે છે !
વાદળિયાંની વાડ ગમે છે !
નદી ખળખળતી નાડ ગમે છે !
પાણીપોચાં હાડ ગમે છે !
દરિયો નાંખે ત્રાડ, ગમે છે !
મોજાં કરતાં લાડ, ગમે છે !
ચાંદાની મોંફાડ ગમે છે !
સૂરજનો ઉઘાડ ગમે છે !
ઊંચાં ઊંચાં તાડ ગમે છે !
જળમાં વહેતાં ઝાડ ગમે છે !
અમને લીલાં ઝાડ ગમે છે !
ભીના ભીના પહાડ ગમે છે !
6 thoughts on “ગમે છે ! (બાળગીત) – કરસનદાસ લુહાર”
બહુ જ મજા પડે એવી કવિતા,પણ વાસ્તવમાઁ આજે તો આપણે મોબઐલ ફોનની નજીક અને ઝાડથી આઘા થતા હોઇએ એવુઁ નથી લાગતુઁ?
ગોપાલ
હેલો,
હુ શૈલિ, એક સતાવિસ વર્સનિ સગર્ભા, આ કાવ્ય ઘણુ ગમિ ગયુ, મજ્જા પડી, મન એક્દમ તરો તાજા નાનુ બાળ બની ગયુ. મારા આવનારા બાળ ને જરુર શિખવિશ્.
આભાર.
શૈલી.
સુન્દર……..
ખુબ જ સુન્દર્
બહુ સરસ્
કરસનભાઈ,
મજા આવી ગઈ આપનું આ બાળગીત ગાતાં! આવાં સુંદર ગેય બાળગીતો હવે દુર્લભ થતાં જાય છે, જે દુઃખદ છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}