[dc]કો[/dc]લેજના ક્લાસમાં વાંદરો આવીને બારી ઉપર બેઠો – એ જોઈ એક છોકરી બોલી :
‘સર, તમારા ભાઈ આવ્યા…’
સર : ‘બેન, જમાનો બદલાય ગયો છે, હવે તો નામથી બોલાવાય…!!
******
છોકરો : ‘તમે છોકરીઓ આટલી સુંદર કેમ હોવ છો ?’
છોકરી : ‘એ તો ભગવાને અમને એમના પોતાના હાથે બનાવી છે ને એટલે.’
છોકરો : ‘જા…જા અવે, વાતો તો એવી કરે છે કે જાણે છોકરાઓને તો નેટ પરથી ડાઉનલોડ કર્યા હોય !’
******
‘જિંદગીની સૌથી વિચિત્ર ક્ષણ કઈ છે ?’
‘જ્યારે તમે સ્મશાનમાં હોવ અને તમારા મોબાઈલમાં રીંગ વાગે, જેનો રીંગટોન હોય…. ‘ઈટ્સ ટાઈમ ટુ ડિસ્કો !!’
******
શિક્ષક : ‘ટેબલ પર ચાર માખીઓ હતી. તેમાંથી એક મેં મારી નાખી. હવે ટેબલ પર કેટલી માખી હશે ?’
વિદ્યાર્થીની : ‘એક જ. મરેલી માખી.’
******
શેઠાણી : ‘જો હું તારા ભરોસે ઘર છોડી થોડા દિવસ બહારગામ જાઉં છું. બધી ચાવીઓ અહીં જ છે. ધ્યાન રાખજે.’
શેઠાણી પરત આવ્યા બાદ.
નોકરાણી : ‘મેડમ, હું તમારું કામ છોડું છું. તમને મારામાં વિશ્વાસ નથી. તમે જે ચાવી મૂકી ગયાં હતાં તે કબાટને લાગતી નથી.’
******
નોકરિયાત : ‘મને પગાર વધારો કરી આપો. મારી પાછળ ત્રણ કંપનીઓ પડી છે.’
શેઠ : ‘અચ્છા, કઈ કંપનીઓ છે ?’
નોકરિયાત : ‘ટેલિફોન, ઈલેક્ટ્રિક અને ગેસ કંપની.’
******
ડૉક્ટર : ‘મોટાપાનો ફક્ત એક જ ઈલાજ છે કે તમે રોજ ફક્ત બે જ રોટલી ખાઓ.’
સંતા : ‘પણ એ બે રોટલી ખાધા પછી ખાવાની કે ખાતા પહેલા ?’
******
લગ્નની રાતે બિચારો સન્તા ભારે મુંઝવણમાં મુકાઈ ગયો કે નવી નવી પત્ની જોડે વાત શું કરવી ?
આખરે અડધો કલાક વિચાર્યા પછી એણે પૂછ્યું : ‘આપ કે ઘરવાલોં કો માલુમ હૈ ના, કિ આજ રાત આપ ઈધર રહનેવાલી હો ?’
******
દિકરી (મમ્મીને ફોન પર) : ‘મમ્મી, મારા હસબન્ડ જોડે મારો ઝઘડો થઈ ગયો. હું ઘરે પાછી આવું છું.’
મમ્મી : ‘તારા પતિને સુખ નહિ, સજાની જરૂર છે. તું ત્યાં જ રહે, હું તારા ઘરે રહેવા આવું છું !’
******
‘સુંદર રાત્રિ અને ભયાનક રાત્રિમાં ફેર શું ?’
‘સુંદર રાત્રિ એ કે જ્યારે તમે તમારા ટેડીબેરને વ્હાલથી બાથ ભરીને સૂઈ ગયા હોવ અને ભયાનક રાત્રિ એ કે જ્યારે તમારું ટેડીબેર તમને સામેથી બાથ ભરે !’
******
પપ્પા (દિકરાને) : ‘તું નાપાસ કેમ થયો ?’
દિકરો : ‘શું કરું, પપ્પા ? 50 GB સિલેબસ હતો….. 50 MBનો મેં સ્ટડી કરેલો…. એમાંથી 5 KBના સવાલોના જવાબ લખેલા તો માર્ક Bytesમાં જ મળેને ?’
******
‘સવારે લાઈબ્રેરી કેટલા વાગે ખૂલશે ?’
‘સાડા આઠ વાગે. પણ આટલી મોડી રાતે તમે કોણ છો ? અને ક્યાંથી ફોન કરો છો ?’
‘હું એક વાચક છું અને લાઈબ્રેરીની અંદરથી ફોન કરું છું.’
******
પત્નીએ નવું સિમ-કાર્ડ ખરીદ્યું. પતિને સરપ્રાઈઝ આપવા માટે, કિચનમાં જઈને એણે મેસેજ કર્યો : ‘હાય ડાર્લિંગ….’
પતિનો તરત જવાબ આવ્યો : ‘તને થોડીવારમાં ફોન કરું છું…. પેલી ડાકણ કિચનમાં છે….’
******
પંજાબ નેશનલ બેન્કે બન્તાને નોટિસ મોકલી :
‘યોર બેલેન્સ ઈઝ આઉટ સ્ટેન્ડિંગ….’
બન્તાએ તરત જવાબ આપ્યો : ‘થેન્ક્સ ફોર ધ કોમ્પ્લીમેન્ટ્સ !’
******
પ્રેમી : ‘તારા જન્મદિવસે હું તારા વર્ષ જેટલાં ફૂલોનો બુકે ભેટ મોકલીશ.’
પ્રેમીએ 21 ગુલાબનાં ફૂલો પ્રેમિકાના ઘરે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.
ફૂલવાળાએ ગ્રાહકને ખુશ કરવા એક ડઝન ગુલાબ પોતના તરફથી ઉમેરીને મોકલ્યાં.
પ્રેમીને સમજાયું જ નહીં કે પ્રેમિકાએ એની સાથે સંબંધ કેમ કાપી નાખ્યો !
******
‘તારી પાસે ઈન્ટરનેટ કનેકશન છે ?’
‘ના… એ શું વળી ? એમ કર, મને એ પેન ડ્રાઈવમાં કોપી કરીને આપી દે…’
******
મા : ‘બેટા શું કરે છે ?’
દીકરો : ‘વાંચું છું.’
મા : ‘વાહ ! શું વાંચે છે ?’
દીકરો : ‘તારી ભાવિ પુત્રવધૂનો એસએમએસ !’
******
શાકાહાર માટેનું ચિહ્ન બતાવતાં શિક્ષકે બાળકને પૂછ્યું : ‘આ પારલે-જી બિસ્કિટના પેકેટ પર લીલા કલરનું ટપકું છે એ શું દર્શાવે છે ?’
બાળક : ‘મેડમ…. એનો અર્થ એ છે કે પારલે-જી અત્યારે ઓનલાઈન બેઠા છે !’
******
એક શિક્ષકે કલાસરૂમમાં મંત્રીના દીકરાને પ્રશ્ન પૂછ્યો.
શિક્ષક (મંત્રીના દીકરાને) : ‘દુકાળ અને પૂરમાં શું તફાવત હોય છે ?’
મંત્રીનો દીકરો : ‘જમીન-આસમાનનો.’
શિક્ષક : ‘કેવી રીતે ?’
મંત્રીનો દીકરો : ‘દુકાળમાં મારા પપ્પા જીપમાં સ્થળની મુલાકાત લે છે, જ્યારે પૂરમાં હેલિકોપ્ટરમાં…!!’
******
ન્યુયોર્કથી રામજીભાઈનો ફોન આવ્યો :
‘હેલ્લો… મોટાભાઈ, અહીંયા આજે સવારે જેન્તીકાકાનું અવસાન થયું છે. એમની ડેડબોડી કોફિનમાં મોકલું છું, કોફિનમાં ઓશિકા નીચે તમારા માટે બે જીન્સ છે, નાના ખિસ્સામાં ડાયમંડની રિંગ છે. જેન્તીકાકાની બોડીના હાથે રોડોની ઘડીયાળ છે તે પ્રવિણકાકા માટે છે અને પગમાં રીબોકના શુઝ છે તે ધવલ માટે છે. પિંકીની મેકઅપ કીટ જેન્તીકાકાના શર્ટમાં છે અને સુટના ખિસ્સામાં આઈ-ફોન અને બ્લેકબેરી છે !
બીજું કાંઈ મંગાવુ હોય તો જલદી કહેજો !
રમાકાકી પણ સિરિયસ છે !’
******
32 thoughts on “હાસ્યની ફૂલકણી – સંકલિત”
maja avi gai…all the jokes are good…
Ben have jamano badalai gayo che khub maja avi gai
all the jokes Is Nice
good
After long time have good laughter.Enjoyed it very much.
હસ્વુ ખુબ જ અઘર ચ. બધા જોકસ્ મજા આવ તેવા ચ.
હેહેહેહેહેહેહેહે મજા આવિ ગઈ………
First and Last both Jokes to good. Maja aavi gai
goood
This was the best :- પારલે-જી અત્યારે ઓનલાઈન બેઠા છે.
outstanding…last one superb..:D
Good ones…Some of them I had already read before, but was fun reading those again.
Thanks for sharing and for bringing smiles on our face 🙂
સરસ જોકસ છે.
Laughing is the best exercise prove from above jokes……..
superb yaar….
wah wah bahu samay pachhi aava joks read karya very nice and newવ્
all joks is very good but sum joks are very smile
I feel fresh after read the jokes and i really enjoy
મજા પડી ગઇ..
mankhi thats good joke
Thanx for very laughing jokes. pls keep it and laugh us.
vah khub sundar…
Ekdam saras Sankalan
ખુબ જ સરસ છે મઝા આવી ગઈ.
બહુજ મજન જોક હત ખુબ ગમ્ય
Khub maja avi gaee..
Very nice jocks…full enjoyment
સરસ , બહુ મજા આવિ
Very nice komik
ha ha ha khub maja avi ho i very like it
‘ ન્યુયોર્કથી રામજીભાઈનો ફોન આવ્યો ”
આ ક્ષેત્ર માં – એટલે કે કસ્ટમ વિભાગ માં આવી જવાબદારી પણ સંભાળવી પડે છે અને આવું બનતું નથી આમ છતાં જો ગમ્મત ખાતર લખાય તો પણ ખોટું છે કેમ કે પછી મૃત દેહ નો મલાજો ના સચવાય એમ સમજવું જરૂરી એટલું જ જરૂરી બની જાય છે.
Subodhbhai Mudiyawala
Retd. Superintendent,
Central Excise & Customs.
સાચી વાત છે , સુબોધભાઈ. આવી black hummer યોગ્ય ન લેખાય. મૃત્યુનો મલાજો પણ ન જળવાય તેવી જોક્સ જાહેરમાં કહેવી તે યોગ્ય નથી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}