[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
પોસ્ટરોની જેમ વંચાયા કરું,
રોજ ફાટું રોજ સંધાયા કરું !
સૂર્ય સાથે ઓગળું છું રણ મહી,
જળ બનીને હું જ સુકાયા કરું !
તું વસંતી રૂપની દુલ્હન બને,
બંધ કમરામાં જ ઘૂંટાયા કરું !
સ્પર્શ તારો યાદ આવે જે ઘડી,
મન મહીં હું રોજ ભીંજાયા કરું !
તું કથાના પાત્રને જાણે નહીં,
તું કદી વાંચે તો સમજાયા કરું !
આપણો તો કાયમી સંગાથ છે
ગાંઠ થઈને મનમાં બંધાયા કરું !
3 thoughts on “ગઝલ – નટવર આહલપરા”
“તું કથાના પાત્રને જાણે નહીં,
તું કદી વાંચે તો સમજાયા કરું !”
ખુબ જ સુન્દર ગઝલ!
સુંદર ગઝલ.
સુન્દર ગઝલ