સહજ થયા તે છૂટે – સ્નેહી પરમાર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

સહજ થયા તે છૂટે,
અંકેડા ભીડ્યા હો એ તો, ડૂબાડે ને ડૂબે,

આકાશે અંધારું ફગવી, હાથ કર્યા બે ઊંચા,
ત્યારે એની છાતીમાંથી પ્રગટી ઝળહળ ઋચા.
આમ જ ખુદને ફગવી નાખે એ અજવાળાં લૂંટે,

શેઢા સુધી સમથળ ચાલો, ત્યાં સુરતને મેલો.
ઊંઘ, ધૂંસરી, જોતરનો ત્યાં થઈ જાવાનો રેલો,
ડાબે-જમણે ખેંચ્યેથી આ ખેતર તો નહિ ખૂટે.

પડની પૂંઠળ પડ ઊખળતાં શેષ વધે છે મીંડું,
પડ ઊખળતાં ભેળા ઊઘડે, તો ભાળે છે છીંડું,
જેને શોધો એ શોધે છે, ખોજ કરે તે ખૂંતે.
સહજ થયા તે છૂટે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સહજ થયા તે છૂટે – સ્નેહી પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.