સહજ થયા તે છૂટે – સ્નેહી પરમાર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

સહજ થયા તે છૂટે,
અંકેડા ભીડ્યા હો એ તો, ડૂબાડે ને ડૂબે,

આકાશે અંધારું ફગવી, હાથ કર્યા બે ઊંચા,
ત્યારે એની છાતીમાંથી પ્રગટી ઝળહળ ઋચા.
આમ જ ખુદને ફગવી નાખે એ અજવાળાં લૂંટે,

શેઢા સુધી સમથળ ચાલો, ત્યાં સુરતને મેલો.
ઊંઘ, ધૂંસરી, જોતરનો ત્યાં થઈ જાવાનો રેલો,
ડાબે-જમણે ખેંચ્યેથી આ ખેતર તો નહિ ખૂટે.

પડની પૂંઠળ પડ ઊખળતાં શેષ વધે છે મીંડું,
પડ ઊખળતાં ભેળા ઊઘડે, તો ભાળે છે છીંડું,
જેને શોધો એ શોધે છે, ખોજ કરે તે ખૂંતે.
સહજ થયા તે છૂટે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – નટવર આહલપરા
બે કાવ્યો – સંકલિત Next »   

9 પ્રતિભાવો : સહજ થયા તે છૂટે – સ્નેહી પરમાર

 1. સુંદર કાવ્ય. કવિએ અહીં માર્મિક રીતે સીધી લીટી નું જીવન જીવવાનો નિર્દેશ કર્યો છે.

  “પડની પૂંઠળ પડ ઊખળતાં શેષ વધે છે મીંડું,
  પડ ઊખળતાં ભેળા ઊઘડે, તો ભાળે છે છીંડું,”

 2. Sudhir Patel says:

  સુંદર અર્થગંભીર ગીત!
  સુધીર પટેલ.

 3. shantilal parmar says:

  ખુબ જ સરસ અર્થ સભર કાવ્ય ….

 4. miral virani says:

  snehi,sneh purvak kahu sneh sabhar svikarjo,gahantani charam sima taraf dori jati rachna.

 5. Kalidas V. Patel ( Vagosana ) says:

  સ્નેહીભાઈ,
  સરસ રચના ! મજા આવી ગઈ.
  કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )

 6. Bhavesh says:

  Awesome
  Feeling “SAHAJ”

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.