બે કાવ્યો – સંકલિત

[1] બાકી છે – ગોવિંદ પી. શાહ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bahati177@yahoo.com સંપર્ક કરી શકો છો.]

આપણે તો ભાઈ મધદરિયે,
જોજનો દૂર, અકસ્માતે,
ભેગા થઈ ગયેલા
કોઈ મહાવૃક્ષના ટુકડા છીએ.

ખબર નથી ક્યાંથી આવ્યા છીએ,
ખબર નથી ક્યાં જઈ રહ્યા છીએ.

બસ, સાથે સાથે હાલ્યા જઈએ છીએ,
અથડાતા, કૂટાતા,
ફંગોળાતા, ફેંકાતા

કેરમની કૂકરીઓની માફક
ક્યારેક દૂર, ક્યારેક નજીક.

સંબંધોનો આ સથવારો,
વહેણની સાથે વહી જશે.

શ્રધ્ધા તોય હજી છે કે
ફરી ભવે તો ભેગા મળીશું.

આંસુ હજુ ઘણાં લૂછવાના બાકી છે,
દરિયાની આ ખારાશ છોડવાની બાકી છે.
.

[2] એક અરજ આ દુનિયાને… – પલ્લવી શેટ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પલ્લવીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે palshet1@yahoo.com સંપર્ક કરી શકો છો.]

શું કરું ?
દુનિયા શબ્દો ને સ્વીકારી શક્તી નથી
અને અમે મૌન રહી શકતા નથી….
આત્મીયતા, વિશ્વાસ ને દફન કરી….
સંબંધોના કફન ક્યાંક અમને ના ઓઢાડશો,
લાશો જીવી જતાં ઘણી જોઈ હશે,
અમને જીવંત લાશ ન બનાવશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “બે કાવ્યો – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.