મળવા આવો – નરસિંહ મહેતા

વા વાયા ને વાદળ ઊમટ્યાં
…………… ગોકુળમાં ટહુક્યા મોર….
મળવા આવો સુંદરવર શામળિયા
…………… તમે મળવા તે ના’વો શા માટે ?
નહીં આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદરવર શામળિયા…. વા વાયા

તમે ગોકુળમાં ગોધન ચારંતા
…………… તમે છો ને સદાયના ચોર
મળવા આવો સુંદરવર શામળિયા…. વા વાયા

તમે કાળી તે કાંબળી આઢંતા,
…………… તમે ભરવાડના ભાણેજ,
મળવા આવો સુંદરવર શામળિયા…. વા વાયા

તમે વ્રજમાં તે વાંસળી બાજંતા,
…………… તમે ગોપીઓના ચિત્તડાના ચોર,
મળવા આવો સુંદરવર શામળિયા…. વા વાયા

મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
…………… અમને તેડી રમાડ્યા રાસ,
મળવા આવો સુંદરવર શામળિયા…. વા વાયા


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બે કાવ્યો – સંકલિત
અસ્તિત્વની શોધ – કલ્પના રઘુ Next »   

3 પ્રતિભાવો : મળવા આવો – નરસિંહ મહેતા

 1. Hasmukh Sureja says:

  મોસમને અનુરૂપ રાસ!

 2. Gohil keval says:

  સાહીત્ય એટ એક મ્હાસાગ્ર.

 3. Kalidas V. Patel { Vagosana } says:

  અતિસુંદર !
  ‘જે ગવાય તે સચવાય’ ના ન્યાયે આ રાસ કેટલો સચવાયો છે લોકજીવનમાં ?
  એક પણ ‘અછદાંસ’ કવિતા આટલી યાદ રહી છે કોઈને ?… રાગ એ કવિતાનો પ્રાણ છે ! ‘રાગ વિનાની કવિતા…!’ યે બાત કુછ હજમ ન હુઈ…
  કાલિદાસ વ પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.