જીવું છું – એસ. એસ. રાહી
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]
તેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું,
લોકો ન કહે કેટલો મજબૂર જીવું છું.
સંદેહ તને હોય તો ખંખેરી નાખજે,
તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું.
રસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી,
મેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું.
એકાન્તનો નશો મને ચઢતો રહે છે દોસ્ત,
હું તો સુરા વિના બહુ ચકચૂર જીવું છું.
મારામાં અને પેલા કબીરવડમાં સામ્ય છે,
તેની જ જેમ હુંય ઘેઘૂર જીવું છું.



અતિ સુન્દર ગઝ્લ ………….
સુંદર
સરસ્
વાહ બાપુ વાહ એકાત નો નસો કૈઈ ઔર હૈ…….ખુબ સરસ..
એકાન્ત નો નશો માણવા જેવો છેઃ
ખુબસરસ
મને ખુબ્બ જ્જ્જ્જ ગમ્યુ
દિલ ને લગે તેવુ ચ્હે
હુ રાહી સાહેબને ૧૯૭૪મા અમદાવાદ્ મા મળૅલ. તેનો કોન્ટૅક્ટ ન્ મ્બર મળી
શકે ?
‘મસ્ત’
ચન્દ્રેશ મક્વાના ગજબ નુ લખે ચ્હે. અભિનન્દન્.
હેલો સર,
સરસ
Awesome…. Gujarat ,awesome Gujarati sahitya