સુવિચાર ચિંતન – સં. સુરેશ પ્રા. ભટ્ટ

[‘સુપ્રભાતમ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] કાયાને વજ્રથી પણ મજબૂત બનાવો પરંતુ હૃદયને તો પુષ્પથી પણ કોમળ બનાવો. – રવિશંકર મહારાજ.

[2] કાર્ય કરવાથી હંમેશ આનંદ કદાચ ન પણ મળે, પરંતુ કાર્ય ન કરવાથી તો કદાપિ આનંદ મળતો જ નથી. – ડિઝરાયેલી.

[3] ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે જે બધા પર ક્ષમા અને દયાભાવ રાખે છે. – બુદ્ધ.

[4] જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો. મન જ રાજા છે. – સ્વામી રામતીર્થ

[5] જે પોતાના અંતઃકરણને નથી જોતો તે અંધ છે. જે સત્યના માર્ગ પર નથી ચાલતો તે પાંગળો છે. – પી. એન્થની.

[6] જેમ શરીર માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે તેમ આત્મા માટે સારું અંતઃકરણ જરૂરી છે. – એડિસન

[7] ઉંમર, સમય, અનુભવ અને વાંચન સાથે જો તમારું જ્ઞાન ન વધે તો તમે ત્યાંના ત્યાં જ છો, ઘાંચીના બેલ. – જેક્સન બ્રાઉન.

[8] પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. – નોર્મન કઝીન્સ.

[9] કરોડોની સંપત્તિ એકઠી કર્યા પછી પણ, પરલોકમાં આપણે સાથે કોડી પણ લઈ જઈ શકવાના નથી. તો સંપત્તિનો સદઉપયોગ અનેક આત્માઓને સુખ-શાંતિ આપવામાં શા માટે ન કરવો ? – રત્નસુંદર વિજયજી.

[10] જેમ ઘરબાર વિનાનો પ્રવાસી કોઈ વિરામના સ્થળે થોડીવાર આરામ કરી ચાલવા લાગે તેમ આપણે પણ આ ઘર, પરિવાર, આયુષ્ય એક નાનું વિરામસ્થાન જ છે. – એસ. ભટાચાર્ય

[11] જેમ વૃક્ષને, ઋતુ અને સમય પ્રમાણે જ ફળ બેસે છે તેમ આપણાં કર્મો, જન્મોજન્મના સમય થાય ત્યારે જ પાકે છે. – સંત તુલસીદાસ

[12] કેટલીક દુર્બળતાઓ જિજીવિષાને કારણે જન્મે છે તો કેટલીક ઉપરછલ્લા અભ્યાસને કારણે. સાહસના અભાવથી જ ઘણી બધી પ્રતિભાઓ વિશ્વમાંથી ખોવાઈ જાય છે. – સિડની સ્મિથ

[13] જે ગર્વથી કહેતું હોય કે જાતે કદી ભૂલ જ નથી કરી, તો નક્કી સમજવું કે એમણે જાતે કદી કોઈ કામ જ કર્યું નથી. – થોમસ હકસલી

[14] શ્રદ્ધા અને શંકા બન્ને એક સ્થાનમાં રહી શકે નહિ. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલ આત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે. – જેમ્સ એલન

[15] જે મિત્રને વિનયથી, ભાઈઓને સન્માનથી, સ્ત્રીને માનથી, સેવકોને દાનથી અને લોક વહેવારમાં ચતુરાઈથી વર્તી શકે છે તે વ્યક્તિ શાણો છે. – હિતોપદેશ

[16] આપણી જિંદગીમાં જો જવાબદારીઓ અને જોખમો ન હોય તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ન હોત ! – ગાંધીજી

[17] જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે તેમ દુઃખો સ્વીકારી, સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે. – ટાગોર

[18] જે લોકો પોતાના દોષને કારણે જ જીવનમાં સફળ થઈ શકતા નથી તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે. – હેઝલિટ

[19] સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતાં હૃદયનો જીર્ણોદ્ધાર કરશો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે. – કાકા કાલેલકર

[20] જિંદગીભર તમે પ્રતિષ્ઠા માટે ઝઝૂમ્યા હો છતાં પણ સાચી અને કાયમી પ્રતિષ્ઠા તો તમને મૃત્યુ પછી જ મળે છે. – જોસેફ અડિશન

[21] શરીર એ આત્માની સિતાર છે. હવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સૂર તમારે કાઢવા છે. – ખલિલ જિબ્રાન.

[22] વગર લેવે-દેવે કંઈ સૂચન કરવું કે સુધારવા મંડી પડવું એ પણ એક અહંકારની પેદાશ છે. – શ્રી મોટા.

[23] થોડું-ઘણું ગાંડપણ તો આપણા બધામાં જ હોય છે પણ પોતાના ગાંડપણનું જે વિશ્લેષણ કરી શકે તેને ફિલોસોફર, તત્વચિંતક કહેવામાં આવે છે. – સ્વેટ માર્ડન

[24] મહાન બની મહાનતાના અહંકારમાં એકાકી જીવન જીવવા કરતાં માનવ બની નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને માનવજીવનની સાર્થકતા જણાય છે. – ટોલ્સ્ટોય

[25] ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે. – જે. કૃષ્ણમૂર્તિ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સુવિચાર ચિંતન – સં. સુરેશ પ્રા. ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.