એષાનું મન – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]એ[/dc]ષા અને નક્ષત બેઉ શિક્ષિત, સભ્ય, સંસ્કારી રીતભાત અને સારી ટેવોવાળાં છે. બેઉનાં કુટુંબની સમાજમાં પ્રતિષ્ઠા છે. એષાના પિતા શિક્ષક છે, ટેનામેન્ટ સોસાયટીમાં એમનું મકાન છે. નક્ષતના પિતા એક ધમધોકાર ચાલતા કારખાનાના માલિક છે. ઉદ્યોગપતિને છાજે એવી વૈભવી એમની રહેણીકરણી છે. અદ્યતન સગવડવાળો વિશાળ એમનો બંગલો છે.

એષાને નક્ષત મળ્યાં. પ્રથમ દષ્ટિએ આકર્ષણ જાગ્યું. બીજી વાર મળવાનું નક્કી કર્યું. બીજી વાર સહેજ વધારે અંગત વાતો થઈ અને ત્યારે એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ આવ્યો. એષા ભણતી હતી ત્યારથી એને સાઈકલ વાપરવાની ટેવ હતી. અત્યારેય એને સાઈકલ વાપરવી ગમતી. આવું જાણીને નક્ષત બોલ્યો, ‘અમારા ઘરે તો નોકરોય સાઈકલ નથી વાપરતા. એમને સ્કૂટી લઈ આપ્યા છે.’ નક્ષત જે બોલ્યો એમાં એનું અભિમાન છતું થતું હતું. એની સામે એષાએ કોઈ જવાબ ના આપ્યો પણ એના મનમાં આ વાતની નોંધ તો લેવાઈ જ ગઈ.

નક્ષતના હાથની આંગળીએ હીરાની કિંમતી વીંટી હતી. એષાની આંગળીએ કશું ન હતું. પણ એણે કાનમાં જે બૂટિયાં પહેર્યાં હતાં એ ત્રણ દરવાજા આગળ ફૂટપાથ પર બેઠેલી બાઈ પાસેથી લીધાં હતાં. સાવ સસ્તાં બૂટિયાં. એષાને એ બૂટિયાં શોભતાં હતાં. એષા હતી જ એટલી રૂપાળી કે એ જે પહેરે એમાં શોભી ઊઠે. નક્ષત એષાના રૂપ પાછળ લગભગ ઘેલો થયો હતો પણ એષા રોડસાઈડે મળતાં પાંચ રૂપિયાનાં બૂટિયાં પહેરે એ એને ગમ્યું નહીં. એ બોલ્યો :
‘આવી જંક બુટ્ટી તું પહેરે એ કેવું લાગે ?’
‘કેવું લાગે એટલે ? મને આ બુટ્ટી ગમી એટલે ખરીદી ને પહેરી લીધી.’ એષા બોલી.
‘જે ગમે એ બધું ઓછું પહેરાય છે ? આપણા માન, મોભા, ઘર પ્રમાણે પહેરવું જોઈએ. હું તો આવી બુટ્ટી હાથમાં લઈને જોઉં ય નહીં. આવું પહેરવું કેવું ચીપ લાગે ?’ નક્ષતની કારમાં નક્ષત ને એષા હાઈવે પર લોંગડ્રાઈવમાં નીકળેલાં હતાં. નક્ષતે સાઈકલ અને બુટ્ટી વિશે જે ટીકા કરી હતી એથી એષાનું મન દુભાયેલું હતું. એ વિચારતી હતી નક્ષત સાથે સંબંધ બાંધવો કે અહીં જ અટકી જવું.

વિચારોની ગડમથલથી એ મૌનમાં સરી પડી હતી. એના ચહેરા પરનું હાસ્ય અદશ્ય થઈ ગયું હતું. નક્ષત તો એના મદમાં હતો. એષામાં આવેલા ફેરફાર તરફ એનું ધ્યાન ગયું જ ન હતું. એ બોલ્યો, ‘તમે કેટલાં નસીબદાર છો, હવે તમે મોંઘી મોંઘી ચીજો ખરીદી શકશો. આવી મોંઘી ગાડીમાં ફરી શકશો. હવે કદી ફૂટપાથ પર ચાલવાનો સમય નહીં આવે, આવી જંક જ્વેલરી પહેરવી નહીં પડે.’ આ સાંભળ્યું ને એષા અકળાઈ ઊઠી. અપમાનથી એ પ્રજવળી ઊઠી, પરંતુ એ સંસ્કારી હતી, સંયમ ગુમાવ્યા વગર એ બોલી :
‘મને મોંઘી મોંઘી ચીજો કે ગાડીઓનો કોઈ મોહ નથી. એના વગર મારું કામ ચાલે છે. હું ખુશીથી જીવું છું, પણ મને એ લોકોની દયા આવે છે જેમની દષ્ટિ ભૌતિક ચીજ કરતાં જરાય આગળ જતી નથી. સારું થયું આપણી વચ્ચેના આ તફાવતની ખબર પડી ગઈ. અહીંથી આપણે પાછાં વળીએ.’ એષાએ લાગણીશૂન્ય સૂરમાં કહ્યું. હવે નક્ષતને એષાના બદલાયેલા માનસની ખબર પડી ને એ ચમક્યો.

અત્યાર સુધી તો એ એવું માનતો હતો કે ભલે એષા એમ.એ. થયેલી હોય, રૂપાળી હોય, સંગીત અને નૃત્ય જાણતી હોય, પણ એને અમારા ઘર જેવું પૈસાદાર ઘર અને મારા જેવો જીવનસાથી મળશે એવો તો સ્વપ્નેય ખ્યાલ નહીં હોય. અમે પૈસાનો લોભ રાખતા નથી તેથી આવી મધ્યમવર્ગની કન્યા પસંદ કરીએ છીએ. એ માટે એષા મનોમન મારો આભાર માનતી હશે ને પોતાની જાતને નસીબદાર ગણીને ગૌરવ લેતી હશે. એનાં મા-બાપ આજીવન અમારાં ઋણી રહેશે. એના બદલે આ શું ? એષા ગાડી પાછી વાળવાનું કહે છે. એને કંઈ સમજાયું નહીં. એ બોલ્યો, ‘કેમ મૂડ એકદમ બદલાઈ ગયો ? તબિયત ઠીક નથી ?’
‘તબિયત ઠીક છે અને એ ઠીક રહે માટે હું મારા ઘરે જવા ઈચ્છું છું.’ એષા કડકાઈથી બોલી. એક સંબંધ બંધાતા બંધાતા રહી ગયો. નક્ષતે કોઈ દલીલ ના કરી. ના એણે એષાને સમજવા પ્રયત્ન કર્યો, ના પોતાની જાતને સમજાવવા પ્રયત્ન કર્યો. એષા ભાવનાશીલ હતી. એ માનતી હતી કે જીવનભરના સંબંધનો પાયો પ્રેમ હોવો જોઈએ. પરસ્પરનો પ્રેમ અને અન્યોન્ય માટે આદર.

પ્રેમ મૃદુ હોય છે, પ્રેમ બડાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી. એ તો પ્રિયજનની નાનામાં નાની વાતની દરકાર કરે છે, સૂક્ષ્મમાં લાગણી સમજે છે ને કદર કરે છે. પ્રેમ અતિશય સંવેદનશીલ હોય છે, એ આપવામાં માને છે. એ કદી સ્વાર્થી નથી બનતો કે પોતાને ચડિયાતો નથી માનતો. પ્રેમમાં અહમ ઓગળી જાય છે. પ્રેમ કદી દઝાડતો નથી, વીંધતો નથી, કચડતો નથી, શોષણ નથી કરતો. પ્રેમ તો પૂરક બને, પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે. પ્રેમની આવી સમજ હોય તો જ એક અતિ સુંદર, મધુર સંબંધ ખીલે અને બેઉ હૃદય પ્રકાશિત થાય. નક્ષતને એના પૈસાનું એટલું અભિમાન હતું કે જીવનસંગિનીનાં મન અને માન કેમ સાચવવાં એ એને આવડતું ન હતું. આને સંસ્કારિતાની ઊણપ કહેવાય. જીવનસંગિનીનાં મન અને માન સાચવવામાં કદાચ એ માનતોય નહીં હોય. પ્રેમ એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવાનો સેતુ છે. પ્રેમ અને આદરથી સામા માણસનું દિલ જિતાય છે.

જીવનસાથીની દરેક નાની વાતની કદર કરો. એનાથી જે ખુશી મળે છે એથી ઉત્સાહ વધે છે. વધુ આત્મીયતા અનુભવાય છે. મોંથી એક શબ્દ એવો ન નીકળવો જોઈએ કે જેથી સામી વ્યક્તિની લાગણી ઘવાય. યાદ રાખો કે મન બહુ નાજુક છે. એને નંદવાતા વાર નથી લાગતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઈશ્વરનો અનુભવ – ગાંધીજી
ગીત પૂરું થાય તે પહેલા…. – હર્ષદ દવે Next »   

18 પ્રતિભાવો : એષાનું મન – અવંતિકા ગુણવંત

 1. dipak prajapati says:

  good….

 2. priyangu says:

  ખરેખર, સજ્જ થવા કરતા સહજ થઇ રહેવુ, આપણા બોલેલા બોલના કેવા પ્રત્યાઘાત પડશે એ આપણા નહી સામે ની વ્યક્તિ ના દ્રષ્ટીકોણ થી જોતાં વધુ સ્પષ્ટ થવાય છે!

 3. MANISHA says:

  ખુબ જ સરસ……………….

 4. pintu says:

  ભયંકર…..!

 5. tejal tithalia says:

  good.

 6. Sakhi says:

  very nice story….

 7. Vaishali Maheshwari says:

  Beautiful short story.

  Money is not everything. Love, Care and Feelings are so important to live a happy life in good and bad times.

  The second last paragraph has the essence of the whole story. The following few lines are worth reading again and again.

  “પ્રેમ અતિશય સંવેદનશીલ હોય છે, એ આપવામાં માને છે. પ્રેમ તો પૂરક બને, પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે. પ્રેમ એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવાનો સેતુ છે. પ્રેમ અને આદરથી સામા માણસનું દિલ જિતાય છે.”

  Thank you for writing and sharing this with us Ms. Avantika Gunvant.

 8. Rajni Gohil says:

  અવંતિકાબહેને પ્રેમનો સરસ રસ્તો બતાવ્યો છે.
  Love is the only law of life.

  આ રસ્તે ચાલીને સામે વાળાનું મન જીતી લેવામા આવે તો રામ રાજ્ય સ્થપાય જ ને!
  અવંતિકાબહેનને તો અભિનંદન આપવા સાથે બીજાને આ લેખ વંચાવીને પ્રેમમાં વધારો કરવાની તક ગુમાવવા જેવી નથી.

 9. deepa says:

  really
  ava sambandho bandhay a pehla j jo khabr padi jay to prem ni garima pan jadvai rahe che.really nice

 10. Amee says:

  Hope that Every indian girl have this liberty to choose n reject. Most hv to live up with those who either don’t love/care for them and they can’t revert also….!!!!!!!

 11. dr.ketan karia says:

  વાત ખૂબ સરસ…
  અંત જરાં ટૂંકો હોય તો વધુ ચોટદાર લાગે…

 12. Jay Kant (Leicester, U K) says:

  અન્તના બે ફકરા ન હોત તો સારુ કેમ કે ભાવક / વાચક સમજદાર હોય તેને બે ફકરામા વિગતે બધુ સમજવવાનુ ના હોય.

  જય કાન્ત

 13. desainagji says:

  milti hai jindi me mohabat kabhi kabhi

 14. Arvind Patel says:

  પ્રેમ માં અને જીવન માં પણ સ્વાભિમાન ખુબ જ મહત્વ નું છે. એક બીજા ને સમજવા માં અભિમાન આડે આવે તો તેવા સંબંધ લાંબો સમય તાકી શકતા નથી. છોકરો અને છોકરી એક બીજાની લાગણીઓ શામજી ને યોગ્ય ન્યાય આપી શકે અને તેની મહત્વ આપી શકે તો જ સંબંધ માં મીઠાશ જળવાય. આ પાયા ની સમાજ છે. પાયો મજબુત હોઈ તો જ ઈમારત મજબુત થાય એટલેકે સંબંધ મજબુત થઇ.

 15. shirish dave says:

  સુંદર વાત કરી એષાની.
  મેં ફેસબુક ઉપર શેર કરી છે.

 16. NIkunj says:

  wery good

 17. Ravi Dangar says:

  આમાં વાર્તાનો કોઈ તત્વ જ નથી……….માત્ર ઉપદેશની વાત છે.

  આને વાર્તા તો ના જ કહી શકાય.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.