મારગ રીંસે ભરાય એ પહેલાં
……… જોગી ભઈલા જાગો !
ઊઠી ડમરિયું ઉત્તરથી તે
………દખ્ખણ ઘોર કળાય
વેરણ-છેરણ દહાડા પ્રથમી
………માથે રે પછડાય
કઈ દિશેથી ઉપાય કરિયેં,
………કેમ કરીને ભાગો ?
હરખ ઉઠાવી માઈલા વેણે
………ગૂંથવાં સારાં વાનાં
સાંસની તોલે અંદર-બાહર
………ઝળહળતાં કરવાનાં
ગગનમંડળથી અમરિત વરસે
………એવે સાદે ગાજો
One thought on “મારગ – ફારુક શાહ”
ફારુકભાઈ,
અઘરી લાગી આપની કવિતા ! સાચુ કહું ; કંઈ ના હમજાણું !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }