પરપોટા – ચિનુ મોદી

ભલે પવનના પડતા નહીં
પણ, મારા પડશે ફોટા
આ કોણ કહે ? પરપોટા ?

શરીરના ફરતા લોહીમાં
જ્યાં હોબાળો જાગ્યો,
ગઈ રાત્રે હું મુઠ્ઠી વાળી
નિંદરમાં બઉ ભાગ્યો-
પગને કંઈ પણ જાણ નહીં
તે રસ્તા લીધા ખોટા
આ કોણ કહે ? પરપોટા ?

શ્વાસ લઉં ને મૂકું તો
જે તડાક દઈ તરડાય;
જાળવણી એની કરવામાં
આખો જન્મારો જાય-
ભલે કાચનાં વાસણ; તો પણ
કરશું દોટંદોટા આ કોણ કહે ? પરપોટા ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મારગ – ફારુક શાહ
એના એ જ છે – દર્શક આચાર્ય Next »   

3 પ્રતિભાવો : પરપોટા – ચિનુ મોદી

  1. Purvi Oza says:

    સરસ

  2. Kalidas V. Patel { Vagosana } says:

    ચિનુભાઈ,
    પરપોટા જેવી આ જિંદગી છે તેની બધાને ખબર હોવા છતાં શાને આવી દોટંદોટા ?
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.