પરપોટા – ચિનુ મોદી
ભલે પવનના પડતા નહીં
પણ, મારા પડશે ફોટા
આ કોણ કહે ? પરપોટા ?
શરીરના ફરતા લોહીમાં
જ્યાં હોબાળો જાગ્યો,
ગઈ રાત્રે હું મુઠ્ઠી વાળી
નિંદરમાં બઉ ભાગ્યો-
પગને કંઈ પણ જાણ નહીં
તે રસ્તા લીધા ખોટા
આ કોણ કહે ? પરપોટા ?
શ્વાસ લઉં ને મૂકું તો
જે તડાક દઈ તરડાય;
જાળવણી એની કરવામાં
આખો જન્મારો જાય-
ભલે કાચનાં વાસણ; તો પણ
કરશું દોટંદોટા આ કોણ કહે ? પરપોટા ?



પરપોટા ……………
સરસ
ચિનુભાઈ,
પરપોટા જેવી આ જિંદગી છે તેની બધાને ખબર હોવા છતાં શાને આવી દોટંદોટા ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }