[‘નિર્મિશાય નમઃ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]ચો[/dc]માસુ આવે ને મચ્છર વધી પડે, એમ નવરાત્રિ આવતાં જ હાર્મોનિયમ શીખનારાઓ વધી પડતા હોય છે ! ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ?’ ‘એ હું નહીં. સામે […]
Monthly Archives: June 2012
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] [dc]આ[/dc]પણે સારાં જીવનચરિત્રોની શોધમાં હોઈએ છીએ. પરંતુ ઘણી બધી વખત આપણે આખા પુસ્તકના બદલે છાપાં કે સામાયિકમાં આવેલા એકાદ લેખથી સંતોષ માનતાં હોઈએ છીએ. માણસ માત્રને બીજાના જીવનમાં ડોકિયું કરવું ગમતું હોય છે જેથી પોતાના જીવન માટે ઉપયોગી એવું કંઈક એમાંથી મેળવી શકે અને તાળો પણ મેળવી […]
[ પુનઃ પ્રકાશિત – ‘ચાલો ભગવાનને મળવા જઈએ’ પુસ્તકમાંથી સાભાર.] કર્મ કેવાં હોવાં જોઈએ ? [dc]સા[/dc]ધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું […]
[ સત્યઘટનાઓ પર આધારિત વિચારપ્રેરક લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘પ્રભુના લાડકવાયા’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] કર્મનું વિરાટ નેટવર્ક [dc]મા[/dc]રા ગામ રાંદેરથી સાતેક કિલોમીટર દૂર તાપી નદીના ભાઠામાં વરિયાવ ગામ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં ડૉક્ટર કુમારકાંત દિવાનજીનું દવાખાનું […]
[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘પંચામૃત અભિષેક’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ] [1] માણસ એકલો જીવી ન શકે ! [dc]એ[/dc]ક મિત્રે કહ્યું : ‘સવારમાં અખબારો પર નજર પડે છે અને મોંમાં તેમ જ મનની અંદર કડવાશ ફેલાઈ જાય છે. અખબારોનાં કેટલાંક મથાળાં આંખમાં વાગે છે. ‘પતિએ […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] પગરવ સુણાવો અથવા નીરવતાને બુઝાવો, કાં તો અમીરી દ્યો કાં ગરીબીને હટાવો. નાહક ન એને રણના તમે પાઠો ભણાવો, પહેલાં બિચારાં જળને બરફ શું છે બતાવો તારા સિવાય ક્યાંયે નથી ઠરતું હવે મન, આ છે પ્રભાવ તારો કે છે મારા અભાવો. એ છે સહજ ને એને સહજતાથી […]
લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે, ‘લખાણ શું કાગળિયામાં છે ?’ સૂક્કી તુલસી લીલી થઈ ગઈ, કોણ આ આવ્યું ફળિયામાં છે ? વરસાદ વિના પણ ટપકે નેવાં, શાની ભીનપ નળિયામાં છે ? કેદ થઈ જો જરા સ્મરણમાં, ઘણી સુંવાળપ સળિયામાં છે. મારામાં ડૂબીને જુઓ, ઉપર છે એ તળિયામાં છે.
આપણો કક્કો જ સાચો ક્યાં સુધી ? કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી ? બાથમાં લેવા ગગન ઊડી પતંગ પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી ? વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી ? ને શરીરી સત્યને શ્રી માનતાં તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી […]
સાધો, હરિ સંગે હરીફાઈ જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો… હારી જઈશું તો ઈડરિયો …..ગઢ ધરશું હરિચરણે, કામદૂધા દોહી દોહી ……હરિરસ ભરશું બોધરણે…. ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો…. અનંતની ચોપાટ પાથરી …….હરિએ ફેંક્યા પાસા, અમે જીત્યા તો ઢોલ વજાડો ……. હરિ જીતે તો ત્રાંસા. […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]ડૉ[/dc]ક્ટરની વાટ જોતી હું હોસ્પિટલમાં એકલી બેઠી હતી. ડૉક્ટરે સમય આપેલો બપોરે બેનો. ધગધગતા ભર બપોરે મારી સાથે આવવા કોણ તૈયાર થાય ? પતિએ પણ કહ્યું કે, ‘જઈ આવ ને ? ડૉક્ટર ઓળખીતા જ તો છે.’ એટલે હું એકલી જ આવી. મેં જોયું કે ત્યાં આવેલાં […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ગાયત્રીબેન જોષીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે gayatri.abhiyaan@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]લ[/dc]ગભગ 15મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબાના નામ પરથી અમદાવાદની વચ્ચોવચ્ચ આવેલા ચોકનું નામ ‘માણેકચોક’ પડ્યું. અહીં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહીં શાક-બકાલું વેચાય છે. પછી […]