માલ ખડકાય જેમ લારીમાં,
એમ પટકાઉ છું પથારીમાં.
શું ખૂટ્યું ને શું ખૂટવાનું છે ?
એય ભૂલ્યો છું હાડમારીમાં !
આ ક્ષણે એમ ક્યાં વિચારું હું
બારણે બેસવું કે બારીમાં ?
રાતને એ રીતે હું કાપું છું,
જેમ પર્વત કપાય આરીમાં.
સાવ નવરાશની ક્ષણોમાં પણ,
હું ફરું છું જવાબદારીમાં.
રોજ ઊઠી સવાર છાંટું છું,
ફૂલ ઊગતા નથી જે ક્યારીમાં !
6 thoughts on “આરીમાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’”
મજા આવી ગઈ ભાઈ, અભિનંદન.
વાહ ! નારાજ
ખુબ જ સરસ ચન્દ્રેશભાઇ , મજા આવી ગઇ
Congratulation, Fabulous Gazal.
It’s true story of “Adhunic Jivan” we are just like machine, difference is we are live, Boring life no Change
Kub saras che