આરીમાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

માલ ખડકાય જેમ લારીમાં,
એમ પટકાઉ છું પથારીમાં.

શું ખૂટ્યું ને શું ખૂટવાનું છે ?
એય ભૂલ્યો છું હાડમારીમાં !

આ ક્ષણે એમ ક્યાં વિચારું હું
બારણે બેસવું કે બારીમાં ?

રાતને એ રીતે હું કાપું છું,
જેમ પર્વત કપાય આરીમાં.

સાવ નવરાશની ક્ષણોમાં પણ,
હું ફરું છું જવાબદારીમાં.

રોજ ઊઠી સવાર છાંટું છું,
ફૂલ ઊગતા નથી જે ક્યારીમાં !

Leave a Reply to V.A.Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “આરીમાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.