એના એ જ છે – દર્શક આચાર્ય

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પરપોટા – ચિનુ મોદી
આરીમાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ Next »   

2 પ્રતિભાવો : એના એ જ છે – દર્શક આચાર્ય

  1. Kalidas V. patel { Vagosana } says:

    દર્શકભાઈ,
    આપની ગઝલ ગમી.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  2. અનંત પટેલ્ says:

    આ ગઝલ ખૂબ જ ગમી ..ધન્યવાદ અને કવિશ્રેીને અભિનઁદન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.