દુબઈના પ્રવાસે…. – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીના કેટલાક વાચકમિત્રો દ્વારા તા. 6 થી 9 જુલાઈ દરમિયાન દુબઈની મુલાકાત લેવાનું તથા ત્યાંના સૌ વાચકમિત્રોને મળવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે હું સૌનો હાર્દિક આભારી છું. તા. 6 જુલાઈને શુક્રવારે દુબઈના સમય પ્રમાણે બપોરે 2 વાગ્યા બાદ, અહીં નીચે આપેલા સરનામે ત્યાંના સૌ વાચકમિત્રો મને મળી શકે છે. જે તે દેશની સંસ્કૃતિ, ત્યાંની જુદી જુદી પ્રવૃત્તિઓ, ગુજરાતી ભાષા-સાહિત્યના સર્જકો વગેરે વિશે જાણવાની ખૂબ ઉત્કંઠા રહે છે. આથી આપ સૌ સાથેની મુલાકાત મારે મન અત્યંત મહત્વની છે. દુબઈના સૌ સર્જકો-વાચકોને સાદર નિમંત્રણ છે.

ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રદેશોમાં ફરવાનું તથા જુદી જુદી સંસ્થાઓ, વિશિષ્ટ વ્યક્તિઓના પરિચયમાં આવવાનું સતત બનતું રહે છે. પરંતુ પરદેશનો આ મારો પ્રથમ પ્રવાસ છે. આથી, ત્યાંની મૂળ સંસ્કૃતિ, ઈતિહાસ અને આપણા સૌ ગુજરાતીઓની દૈનિક જીવનપદ્ધતિ વગેરે વિશેની માહિતી મેળવવાનું ઘણું ઉપયોગી બની રહેશે. ખાસ કરીને ત્યાંના યુવાવર્ગને પણ મળવાની ઈચ્છા છે.

આ આકસ્મિક પ્રવાસના આયોજનને ધ્યાનમાં લેતાં તા. 12 જુલાઈ સુધી પ્રકાશિત થનારા લેખોમાં થોડી અનિયમિતતા રહેશે, જે માટે ક્ષમા કરશો. જો કે શક્ય બને ત્યાં સુધી હું પ્રકાશનકાર્ય સ્થગિત ન થાય તેની કાળજી લઉં છું, તેમ છતાં આ દિવસોમાં કોઈક વાર એકાદ લેખ અથવા તો કોઈક વાર અગાઉ પ્રકાશિત થયેલા લેખોને પુનઃપ્રકાશિત કરીને આ કાર્યને સતત ચાલુ રાખવા પ્રયત્ન કરીશ. વળી, વિશેષ આનંદની વાત એ છે કે યોગાનુયોગ આ જ દિવસો દરમિયાન તા. 9 મી જુલાઈના રોજ રીડગુજરાતી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની કૃતિઓ પણ સતત મળતી રહે છે. સમય અભાવે તમામ કૃતિઓ હું જોઈ શકતો નથી પરંતુ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને હું 9 જુલાઈ બાદ વ્યક્તિગત પ્રત્યુત્તર પાઠવી શકીશ.

આપ સૌની શુભેચ્છાઓ ચાહું છું.

દુબઈ ખાતે મારા નિવાસનું સરનામું આ પ્રમાણે છે :

Hotel Dolphin Appartments
Khalid Bin Walid Road,
Bank street, Meena bazaar,
Dubai. UAE.
Phone : 3597999

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
મોબાઈલ : +91 9898064256


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા
ઉજાસ – લતા હિરાણી Next »   

36 પ્રતિભાવો : દુબઈના પ્રવાસે…. – તંત્રી

 1. Namrata says:

  મૃગેશભાઈ,

  દુબઈ પ્રવાસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 2. Chintan Oza says:

  Wish you a very happy journey Mrugeshbhai..!!

 3. priyangu says:

  best of luck & wish you Happy journey

 4. Jayshree Shah says:

  ખુબ ખુબ અભિનન્દન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  આપનો પ્રવાસ સફલ રહો

  જયશ્રિ શાહ

 5. JITENDRA J TANNA says:

  દુબઈના પ્રવાસ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
  Wish you a very happy journey Mrugeshbhai..!!

 6. Bhumika says:

  Mrugheshbhai,

  Good Luck and Wish u very Happy Journey.

 7. Hitesh Zala says:

  અમારા માટે ગર્વ નિ વાત ચે ,એક ગુજરાતિ સન્સ્ક્રુતિ નિ સુવાસ ફેલાવવા જાય ચે

 8. Hitesh Mehta says:

  Wish you a very happy journey Mrugeshbhai

 9. Hasmukh Sueja says:

  શુભેચ્છાઓ!

 10. પધારો પધારો

 11. sima shah says:

  દુબઈ પ્રવાસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ……….

 12. HEMANT says:

  દુબઈ પ્રવાસ ની ખુબ ખુબ શુભેચ્છા

 13. jayesh says:

  have a great journey.at first congrats.then best of luck and in the end welcome to india with lots of information and knowledge of us.

 14. nilam doshi says:

  all the best Mrugeshbhai..and happy journey,,

 15. DINESH says:

  Always your well wisher Happy wishes on your tour
  write some gujarati gulf peoples………………
  bye wel come soon.

  Mrugeshbhai………

 16. Krishnakumar says:

  દુબઇ પ્રવાસ માટે હ્રદય ની શુભેચ્છા ઓ ! Bon Voyage !

 17. Wish u all the best journey !! u have to contact NRG Foundation , who helps for Gujarati Connectivity and they r going to organize SADAKAL Gujarat Mahostav at all over World !! Jaya Jaya vase ek Gujarati tya tya Sadakal Gujarat !!
  Jay Jay Garavi Gujarat !!!!!!

 18. mukesh pandya says:

  તમને પ્રવાસ નિ ખુબ ખુબ શુભકામનાઓ

 19. Piyush Shah says:

  Piyush S. Shah

  Dear Mrugeshbhai,

  PLease note down my address and contact details.

  We will meet for sure.

  Resi. address :
  D-215, Abdullah Ali Al Sharhan Building,
  Near Abu Shaghara Park,
  Abu Shaghara,
  Sharjah – UAE

  Mobile : 00971-50-6575068
  Resi : 00971-6-5536138

  If possible, give me a ring once you are in Hotel.

  Looking forward to meet you in person.

  Regards,

  Piyush Shah

 20. Rajesh Joshi says:

  Wel come to Dubai. Hope to see you.

 21. amit chauhan says:

  mrugeshbhai, wish u a happy journey. come back soon!

 22. Maheshchandra Naik says:

  સ્નેહી શ્રી મૃગેશભાઈ,
  આપને દુબઈ પ્રવાસની સફળતા માટે અનેક શુભકમનાઓ…………….

 23. Raj says:

  Good luck and have a nice trip,hope you bring lots of infermation and introduce us with their culture and Indian people contribution to that country
  raj

 24. Dhirajlal Soneji says:

  આપને ગુજરાતનિ સુવાસ ફેલાવવા માતે ધન્યવાદ

 25. Chetu says:

  આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મૃગેશભાઈ..

 26. kalpana desai says:

  મૃગેશભાઈ,
  દુબઈ પ્રવાસ તમને ખૂબ ફળો.અભિનંદન અને શુભેચ્છાઓ.

 27. પ્રવાસ માટે આપ શ્રી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  આભાર

 28. Heena Parekh says:

  દુબઈની મુલાકાત માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ત્યાંના સંસ્મરણોની રીડગુજરાતી પર રાહ જોઈશ.

 29. Harihar vadodara says:

  mrugeshbhai, wish u a happy journey.

 30. ABDUL GHAFFAR KODVAVI.(PAKISTAN) says:

  વ્હાલા શાહેબ ,ઈ જાણી ખુસી થઈ કે આપ દુબઈ ના પ્રવાસ ઉપર જઈ રહયા છો ,અને વાચકો થી મુલાકાત પણ કરવાનો પ્રોગ્રામ છે,
  મારી એક વિનતી છે કે,દુબઈ ના રાત્રી જીવન ઉપર સંસોધન કરસો તો,તે હકીકત સામે આવશે કે ત્યાં વેશ્યા વર્તય નું કામ મોખરે છે
  દુન્યા ના બીજા દેશો ની સ્ર્ખામ્રી માં ભારત ગરીબી ના કારણે,મોખરે છે ,આપ એક સારા લેખક છો ,સંસોધન વર્તી,ની કુદરત તરફ થી
  આપને ભેટ મરેલ છે ,થોડી મેહનત કરસો તો ,ઘણી હકીકત સામે આવશે ,કે આવા નાપાક ધંધા માં ભારત ની ગરીબ કન્યા ઓ ને
  કોણ ધકેલે છે

 31. vimala says:

  દુબઇ પ્રવસ માટે શુભેચ્છાઓ.ત્યના આપના અનુભવો માટે આતુર રહીશું.

 32. Dharmendra pathak says:

  આપને દુબઈની મુલાકાત માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

 33. SURYAKANT SHAH says:

  Dear Mrugeshbhai. Hope that y enjoyed very well & pray to God that in yr life God help such type of internationl trip.All yr regular readers are waiting for their cultural & information for readgujarati.com responce.

  Thnaks & Regfards
  suryakant shah

 34. Vijay Prajapati 9898310351 says:

  કેમછો મૃગેશભાઈ
  આપનો દુબઈ પ્રવાસ સફળ રહ્યો હશે તેવી આશા છે.
  મારે દુબઈ માં એક વેરહાઉસ કરીને જનરલ ટ્રેડીંગ કરવું છે.
  જો શક્ય હોય તો આપ તરફ થી થોડી સહાયતા અને સલાહ ઈચ્છું છું.
  આભાર
  વિજય

 35. p j pandya says:

  તબ્ય્યત જદવજો આવિને અનુભવ લખ્શો

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.