[ અહીં એક પારસી રમૂજી ગીત પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેના સર્જક વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ગીતનો ભાવ એવો છે કે ભગવાન પોતે સાક્ષી બનીને તેમણે ભક્તોના કેટલા કામ કીધાં છે તેના વિશે વાત કરે છે….]
અમે ભક્તોના રખવાલા કીધા હુતા
પલ્લાદના પપ્પાએ પલ્લાદને પર્વત પરથી ફેંક્યો હુતો
અમે જલ્દી જઈને એવનના કેચ દરાની માફક કીધા હુતા
મીરાના હસબન્ડે મીરાને ઝેરનો પ્યાલો મોકલ્યો હુતો
અમે ટ્રીક કરીને ઝેરના અમૃત કીધા હુતા
નરસીંહમેતાને છોકરીના લગ્નમાં
ફાયનાન્સનો પ્રૉબ્લેમ નડતો હુતો
અમે જલદી જઈને એવનના ચેક ચુકવ્યા હુતા
ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા હુતા
અમે જલદી જઈને ટાટાના ટાકા સપ્લાય કીધા હુતા
અમે ભક્તોના રખવાલા કીધા હુતા
18 thoughts on “પારસી ગીત – અજ્ઞાત”
વાહ! મજા પડી!
ખુબ સરસ પાર્સિ ગિત ચ્હે ઘના વખત પહેલા સમ્ભલ્યુ હતુ … હજુ બિજિ પન ગિત નિ પન્ક્તિઓ હસે …
something new , good
સાચ્ચે જ, ખુબ જ સ્વીટ !
સત્ય સમાયેલુ રમુજ ગિત્….વાહ બાવજિ વાહ્
I like Parsi Language and Parsi People too much…
I think aa Hasal Raees Maniyar ni che..
I Like Parsi Language.Somthing New.
Kuhubaj Majaa Aaveee Gai………..! Parasi Language Khubaj Sweet Hoy Che,
શ્રીકૃષ્ણ પારસી હતા !
સોજ્જુ ગિત છે.
kharekhar khubh saras aabhar…..
પારસી કોમ જેવી જ સરળ ભાશા મા કાવ્ય ખુબ સરસ
આ ગીત ‘દ્વારકાવાલા’ હાસ્યકલાકારના ડાયરામાં ખુબજ મીઠાશથી તથા હાસ્યરસથી પીરસાયેલું… જે તાલીઓના ગડગડાટથી સન્માન પામેલું મેં અનુભવ્યું છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
parsi loko e time machine ni madad thi bhakto ni ichchha puri kari hase !!!.
પારસેી બોલેી મેીથેી ચ્હે.પારસેી ભાશામા કાવ્ય્રરચના સરસ.
ઘનજ મજેનુ ચે
ખૂબજ સરસ