ગઝલ – રશીદ મીર

ચાર ખૂણા છે, ચાર ભીંતો છે,
ઘરને પોતાની થોડી રીતો છે.

ફૂરચે ફૂરચા ઉડી જશે જોજો,
આ તો સંબંધનો પલીતો છે.

ઢાળી લે છે નયન મળે છે જ્યાં,
શખ્સ કેવો આ ઓળખીતો છે.

રાત જામી છે કંઠ આપો જો,
થોડી ગઝલો છે, થોડાં ગીતો છે.

થોડા શબ્દોમાં ભાવ સોંસરવો,
‘મીર’ એવો ગઝલ ખરીતો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ગઝલ – રશીદ મીર”

Copy Protected by Chetan's WP-Copyprotect.