રીડગુજરાતી : આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

આજના આ મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો તથા સર્વને મારા પ્રણામ. આજે સાત વર્ષ પૂરા કરીને રીડગુજરાતી આઠમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું આપણી અંદર ઊગતું પણ જાય છે ! સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક લોકોને મળવાનું પણ થતું રહે છે. આથી, વર્ષના આ ‘મધ્યે મહાભારતમ’ જેવા દિવસે જ્યારે આ લેખ લખવાનો હોય ત્યારે મનમાં અપાર વાતો ઘોળાતી હોય છે. પરંતુ આજે એટલી વાતો કરવાનો સમય નથી કારણ કે દુબઈના પ્રવાસે છું. (આ આઠમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે એક વિશેષ લેખ સાથે આપને ટૂંક સમયમાં મળીશ.) આજે આપ સૌનું ફક્ત સ્મરણ કરી લઉં છું અને આ રીડગુજરાતીને તમામ રીતે સહયોગ કરનારા સૌ સ્નેહીજનો, મિત્રો, વાચકો અને સર્જકોને વંદન કરી લઉં છું.

નવા બે લેખો સાથે નિયમિત રીતે તા. 12, ગુરુવારથી મળીશું.

આપ સૌની શુભેચ્છાઓ ચાહું છું.
આભાર સહ,

નમસ્તે, આવજો…

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.

Leave a Reply to Harihar vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

41 thoughts on “રીડગુજરાતી : આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.