આવકારો – યશવંત ઠક્કર
[‘નવનીત સમર્પણ’ સામાયિક, જુલાઈ 2012માંથી સાભાર.]
ચોથા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. પાયલ સિવાય તમામ શ્રોતાઓએ તાળીઓ પાડી.
‘તાળીઓ તો પાડ. કૅમેરો આપણા પર છે.’ હેમંતે ધીમેથી પાયલને કહ્યું.
‘ભલે રહ્યો. ખોટી તાળીઓ પાડવાનું મન નથી થતું.’ પાયલે જવાબ આપ્યો.
‘તો શા માટે આવી છે ?’
‘હું મારી મરજીથી નથી આવી. તું પરાણે લાવ્યો છે.’
‘સૉરી, મને એમ કે તને આ કાર્યક્રમમાં મજા આવશે.’
‘મજા આવે એવું આમાં શું છે ?’
‘ધીરે બોલ. કોઈ સાંભળશે તો.’
‘ચાલ બહાર. મને કંટાળો આવે છે.’
‘ચાલુ કાર્યક્રમમાં બહાર નીકળશું તો ખરાબ લાગશે. બેસી રહે.’
….પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન શરૂ કર્યું : ‘યુગોના યુગો સુધી ઊભો રહ્યો તારી પ્રતિક્ષામાં….’
‘બસની રાહ જોતા હશે.’ પાયલને મજાક સૂઝી.
‘પાયલ, પ્લીઝ….’ હેમંતે કહ્યું.
પાયલ મોઢા પર હાથ મૂકીને હસતી રહી. પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. ફરીથી શ્રોતાઓએ તાળીઓ પાડી.
‘પાયલ, જરા તો વિવેક જાળવ. વિચાર તાળીઓ પાડવામાં તારું શું જાય છે ?’
‘શા માટે ? દંભ કરવા ?’
‘દંભ કરવા માટે નહિ. કવિનું મન રાખવા.’
‘મારે નથી રાખવું. તારે રાખવું હોય તો રાખ. હું તો ચાલી.’ પાયલ ઊભી થઈને, ખુરશીઓ વચ્ચેથી જગ્યા કરતી સભાખંડની બહાર નીકળવા લાગી.
હેમંત એને જતી જોઈ રહ્યો. એ મૂંઝાયો કે હવે શું કરવું ? આટલા બધા લોકોની વચ્ચેથી બહાર કેમ નીકળવું ? જોનારા તો એમ જ વિચારે ને કે કવિતાના કાર્યક્રમમાં રસ નહોતો તો આવ્યાં શા માટે ? વળી, આ કાર્યક્રમનું પ્રસારણ ટેલિવિઝન દ્વારા થવાનું હોવાથી કેમેરો પણ સતત સક્રિય હતો. પાયલે દરવાજે પહોંચીને હેમંત તરફ જોયું. એની નજરમાં આદેશ હતો. હેમંત એ આદેશ ઉથાપી ન શક્યો. એ પણ ઊભો થયો અને સંકોચ સાથે સભાખંડની બહાર નીકળી ગયો. આ રીતે બહાર નીકળવું એને યોગ્ય લાગ્યું નહિ, પરંતુ પાયલના સહવાસ વગર બેસી રહેવાનું કામ તો એના કરતાં પણ કપરું હતું.
‘હાશ !’ પાયલે ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લેતાં કહ્યું.
‘પાયલ, આ રીત છે ? અવિનાશકાકાને કેવું લાગશે ?’
‘એમની માફી માગી લઈશું.’
‘થોડી વાર માટે બેસી રહી હોત તો સારું હતું. એમનો વારો આવવાનો જ હતો.’
‘ક્યારે આવવાનો હતો ? યુગોના યુગો પછી ?’ પાયલની ચંચળતા કાબૂ બહાર જવા લાગી.
‘એમણે કેટલા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું ! આપણે આવું કરવા જેવું નહોતું !’ હેમંતનો અફસોસ હજી ઓછો થયો નહોતો.’
‘હેમંત, શું કરું ? મને જરાય મજા આવતી નહોતી. કાર્યક્રમનું નામ તો ‘વસંતને આવકારો’ હતું પણ, ક્યાંય વસંતનો અનુભવ થતો નહોતો. બધું જ જાણે કે બનાવટી લાગતું હતું. આયોજકોનો પરિચય, પ્રમુખશ્રીનો પરિચય, એમનો પરિચય આપનારનો પણ પરિચય, કવિઓનો પરિચય, એ તમામનું સ્વાગત ! માઈક સામે આવનાર જાણે માઈક છોડવા માગતો જ નહોતો. કેટલાં ભાષણો ? ખરો કાર્યક્રમ તો એક કલાક પછી શરૂ થયો. એમાંય સંચાલક પાછા ચાંપલું ચાંપલું બોલ્યા કરે. ને કવિઓની કવિતામાં ક્યાંય વસંતનો ખરો રંગ હોય એવું લાગતું નહોતું. બધું જ ત્રાસદાયક.’
‘ચલાવવું પડે. કવિતાના કાર્યક્રમો તો આવા જ હોયને ?’
‘એવું કોણે કહ્યું ? કવિતાના કાર્યક્રમો પણ મજાના કેમ ન બની શકે ? પાંચદસ વસૂકી ગયેલા કવિઓની સામે; ઊભા રહીને ચાલતી ન પકડી શકે એવા લાચાર, ઉંમરલાયક અને કહ્યાગરા શ્રોતાઓને બેસાડી દેવાથી શું વસંતને સાચો આવકારો આપ્યો કહેવાય ? તેં જોયું ને ? તારીમારી ઉંમરના શ્રોતાઓ કેટલા હતા ? માંડ ચારપાંચ ! એ પણ ઊંચાનીચા થતા હતા.’
‘આપણે તો અવિનાશકાકાનું માન રાખવા આવ્યાં હતાં. એમને સાંભળી લીધા હોત તો સારું હતું,’
‘એમને એમના ઘરે જઈને, મન ભરીને સાંભળી લઈશું. બસ ? હવે જવા દે એ વાત.’
‘ચાલ, ક્યાં જવું છે ? બોલ.’ હેમંતે પોતાની બાઈક પાસે ઊભા રહીને પૂછ્યું.
‘લાવ. ચાવી મને આપ.’ પાયલે ચાવી માટે હાથ લંબાવ્યો.
‘કેમ ?’ હેમંતે પૂછ્યું, ‘આજે બાઈક ચલાવવાનું મન થયું છે ?’
‘હા, આજે હું તને કશેક લઈ જઈશ. તું પાછળ બેસી જા.’
પાયલે બાઈક ભગાવી. નગર વીંધાતું ગયું…. નગર પૂરું પણ થઈ ગયું અને પાછળ રહી ગયું. એક તો પાયલનો સહવાસ અને ઉપરથી વાસંતી હવાનો સ્પર્શ ! હેમંતનો કાવ્યપઠનનો કાર્યક્રમ અધૂરો છોડ્યાનો અફસોસ પણ પાછળ રહી ગયો.
‘પાયલ, તું ક્યાં લઈ જાય છે ?’
‘બેસી રહેને. મજા નથી આવતી કે શું ?’
‘મજા તો આવે છે પણ, દૂર જવું હોય તો બાઈક હું ચલાવી લઉં.’
‘કેમ ? મારા પર ભરોસો નથી કે પછી પાછળ બેસવા બદલ શરમ આવે છે ? બાઈકની ચાવી આપવા બદલ પસ્તાવો તો નથી થતો ને ?’
‘ના યાર ! એમાં પસ્તાવો કેવો ? દિલ જેવું દિલ આપી દીધા પછી ચાવી તો કઈ મોટી ચીજ છે ?’
‘વાહ ! યે બાત હૈ. આને કહેવાય કાવ્યપઠન.’
‘જોજે. તાળીઓ ન પાડતી.’
‘મરવાની બીક લાગે છે ?’
‘બીક તો લાગે જને. માંડ જીવવાની મજા આવી છે.’
હાઈવે પર બાઈક ભાગતી રહી…. વાહનોના અવાજ વચ્ચેથી બંને વચ્ચેના સંવાદો રસ્તો કાઢતા રહ્યા… વગડાઉ હવાને બંનેના ચહેરા ઝીલતા રહ્યા. …ને પાયલે બાઈક ધીમી પાડીને રસ્તાના કાંઠે ઊભી રાખી દીધી.
‘શું થયું ?’ હેમંતે પૂછ્યું.
‘જો હેમંત, પેલી રહી વસંત. ચાલ, આવકારો આપી દઈએ.’ પાયલે એક ટેકરી પર આંગળી ચીંધી. હેમંતે જોયું તો, લાલ લાલ ફૂલોથી ભરચક એક કેસૂડો કોઈ નવયુવાન કવિની અદાથી ઊભો હતો !



Payal is lucky because Hemant atleast listen her……
yes but what about Hemant ??!!! he has to compromise with his feelings …wish him best luck for rest of his life …
તે દમ્ભ મા પદયો રહે
સુંદર…
ખુબ જ સુંદર
bindasst…
ખુબ જ સુંદર
like the story ..specially superb end ..congrats to yashvnatbhai
અતિ સુંદર .. દક્ષિણ ગુજરાતવાળા ધરમપુરમાં આવેલ “શ્રીમદ રાજચંદ્ર આશ્રમ” ની મુલાકાત લઈ આવો લહાવો લઈ શકે.. આ સિઝનમાં અતિ અદભુત નજારો જોવા મળે..
સુન્દર …. પન પયલે રાહ જોઇ હોત તો સારુ લાગત … અભિનન્દન યશવન્તજિ ..
ખુબ સરસ….
This is problem of young generation.There was nothing wrong in waiting till they listen Avinashkaka & after that they could go.
YA THIS IS PROBLEM OF YOUNG GENERATION
HEMANT TENI FEELINGS NO BHOG APE CHE PAN PAYAN NE MAN TENU KAI VLUE NATHI,N JINDGI MA EVU PAN KYAREK BANE CHE JE APANNE PASAND NATHI HOTU TEM CCHHATA SABAMDHO SACHAVAVA MATE KARVU PADE CHE,TO ATLEAST PAYAL E SAMAJVU JOIE ANE HEMANT NI LAGNI TODAVI NAJOIE
મિત્રો,
જે લોકોએ પ્રતિભાવ આપ્યાં છે એ તમામનો ખૂબ ખૂબ આભાર. વાર્તામાં દમ લાગ્યો એટલે તો આપ સહુએ પોતપોતાની લાગણી રજૂ કરી.
હવે વાત વાર્તાના પાત્રોના વર્તનની. આ તમારા મંતવ્યોનો વિરોધ નથી. માત્ર મારો સાચો કે ખોટો દૃષ્ટિકોણ છે.
-યંગ જનરેશન તો ચંચળ હોય જ. વસંતના પ્રભાવમાં તો ખાસ! પરંતુ એ લોકોને શું કહેવું? કે જેઓ વસંતને આવકારવાને બહાને ભાષણબાજીએ ચડી જાય છે.કાર્યક્રમને નરી ઔપચારિકતાથી ભરી દે છે. કાર્યક્રમને મજાનો નથી બનાવી શકતા. પાયલનો બળવો એ વાત પર છે.
-હેમંત ચલાવી લેનારો છે. મજા આવે કે ન આવે પણ બીજાનું માન રાખવા સહન કરી લેનારો છે. પરંતુ, એ લાચાર થઈ જાય છે પાયલ સામે. એમ કરવામાં પણ એને આનંદ તો આવે જ છે. એ લાચારીમાં પણ એનો સ્વાર્થ છે. વાસંતી વાતાવરણમાં પાયલનો સહવાસ માણવાનો.
-એક કંટાળાજનક કાર્યક્રમને છોડીને બંને કુદરતી વાતાવરણમાં ભાગી છૂટે છે. પાયલ એમાં મહત્વનો ભાગ ભજવે છે. પાયલ એને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં સાક્ષાત વસંતના દર્શન જ નહિ, એનો અહેસાસ પણ કરી શકાય છે.
-વળી, બંને ખાસ તો અવિનાશકાકાનું માન રાખવાં આવ્યાં હતાં. ને અવિનાશાકાકાની ઘેર જઈને એમને મન મૂકીને સાંભળી લેવાનું પણ એમણે વિચાર્યું છે. અર્થાત, બંને સાવ ગયેલાં નથી.
-વસંતને આવકારવાના અનેક રસ્તા છે. પાયલે કદાચ વધારે કુદરતી રસ્તો અપનાવ્યો છે. કવિતાના કાર્યક્રમ સામે એને વાંધો નથી. વાંધો એ કાર્યક્રમ રસદાયક ન હોવાનો છે.
-છતાંય કોઈને એમના વર્તન બાબત ફરિયાદ હોય તો મારું કહેવું એમ છે કે: યંગ છે. ઉંમંગ અને ઉત્સાહથી ભર્યાં ભર્યાં છે. એમના પર વસંતનો પૂર્ણ પ્રભાવ છે. કોઈને નુકસાન ન થાય એવી નિર્દોષ ચંચળતા ધરાવવાનો એમને અધિકાર છે.
-બાકી બધું જાય વસંત પર! આપણે તો છૂટ્ટા!
-ફરીથી બધાંનો આભાર.
Beautiful simple story and wonderful note by the Author.
Thank you Shri Yashvantji Thakkar for your comment which incorporates the focus points of the story. This would help all the readers to read and understand the story from different perspectives.
Would love to read more from you!
કાવ્ય ભલે વસંતનુ હોય ખરીમજા તો જીવનમા વસંત આવે ઍમા જ આવે.
Good.
It is difficult to decide who is right in such a situation. Both Payal and Hemant were right on their own way. Therefore, my suggestion to all couples reading this story is flip a coin. If there is head, husband is right and if there is coin, wife is right. Ha…ha…ha…
સરસ. નયિકાને વસ્ંત કાવ્યોની બંધ મહેફિલમાં ન મળઈ પણ ખુલી હવામા મળઈ
અનુભવને મન સાથે સંબંધ છૅ- આ વાત કવિ વિના કોણ સમજી શકે.
આજની યુવા પેઢીની વિચારસરણીનો આછો ખ્યાલ શ્રી.યશવંતભાઇએ પાયલના પાત્રમાં ચિતર્યો છે. દંભ, દેખાડો, કૃત્રિમ શિષ્ટાચાર વિ.થી દૂર. સરસ વાર્તા.
સુન્દર
dear yaswantbhai
short but meaningful story.it happens that we see tree river on pc but never go to real tree river..! our steps r different and in this story it shows frankness of youth..nathi gamtu means nathi gamtu.. dambhthi par ne kudaratma lin eva sachi khushi shodhavani aa vaat chhe. ema kyay achhklai nathi k koi compromiseni vaat nathi.. good effort. congrats last para was superb..meaningful and full of creativity and joy.durgesh oza porbandar
યશવન્તભાઈ,
તમારો મત સાચો લાગે મનેઃ
“-વસંતને આવકારવાના અનેક રસ્તા છે. પાયલે કદાચ વધારે કુદરતી રસ્તો અપનાવ્યો છે. કવિતાના કાર્યક્રમ સામે એને વાંધો નથી. વાંધો એ કાર્યક્રમ રસદાયક ન હોવાનો છે.”
હુ પાયલને એની રીતે રાઈટ માનુ કેમકે એ એના મનને અનુસરી.
મજાની વાર્તા.
જય કાન્ત
યશવંતભાઈ,
વસંતને આવકારવાની આપની રીત ગમી. વધુ તો આપની વિદ્વતાપૂર્વકની નોંધ ઉત્તમ રહી. બધાના પ્રશ્નોનું નિરસન થઈ ગયું. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
sometimes someone is not wrong but a bit different..one should respect that individuality..
કાવ્ય કે સાહિત્ય સમજવું અને તેને બિરદાવું બધાના હાથની વાત નથી. કેટલાક ને કાવ્ય માં સમજણ પડે, કેટલાકને ઉપરથી જાય. દરેક ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. પરંતુ, કેટલાક ને સાહિત્યમાં રસ હોય છે, જે તેઓ વ્યક્ત નથી કરી શકતા.