નાજુક તબક્કામાં – ઉર્વીશ વસાવડા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

નગરમાં પણ હતો નહીં કે હતો ના ક્યાંય નકશામાં
છતાં પણ એ જ કૌતુક છે મળ્યો સહુને હું રસ્તામાં

બધાની જેમ ફંગોળાઉ છું હરરોજ ટોળામાં
નથી ફરિયાદ કૈં મારે હવે એવા શિરસ્તામાં

થયાં ના ત્રાજવાં સમતોલ શાથી એ ન સમજાયું
મુકી’તી બેઉ બાજુ જાત મેં મારી જ પલ્લામાં

સહુ મિત્રો મથ્યા, તો પણ સ્વીકારી ના હકીકત મેં
હતો ત્યારે હું સમજણના કોઈ નાજુક તબક્કામાં

કદીક ખખડાવશે એ બારણાં આવી અચાનક તો
પ્રતિક્ષા જિંદગી આખી કરી બસ એ જ શ્રદ્ધામાં

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “નાજુક તબક્કામાં – ઉર્વીશ વસાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.