[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
આપણે તો એટલું જ કહેવું :
કાળની કસોટીએ તો ઊતરશું પાર
હજી હૈયામાં એવી છે હામ,
દેશ કે વિદેશ નહીં ભૂલ્યા-ભટક્યા
વસ્યું હૈયામાં ગમતીલું ગામ;
પાઈની ઉધારી ના કરવી
ને દેવું તો હૈયે હરખાઈ બસ દેવું.
……… આપણે તો એટલું જ કહેવું.
આવ્યા’તા જેમ એમ લેશું વિદાય
નહીં નામનો યે ખટકો કે ખોટ,
રડવાનું આવ્યું તો ધોધમાર રોયા
જરી હસવું મળ્યું તો લોટ-પોટ.
પીળા પાનામાં નથી રાખ્યા હિસાબ
ચિત્ત ચોખ્ખું ભવચોપડાની જેવું,
……… આપણે તો એટલું જ કહેવું.
4 thoughts on “એટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક”
સરસ ગીત…
It’s an inner urge of a spiritual aspirant nicley depicted
through simple verse…!!
Hearty congrats,Harikrishnabhai!
_Gajanan Raval
Salisbury-MD, USA
આવી ખુદ્દારી તો જે ‘હરિ – કૃષ્ણ’ હોય તે જ બતાવી શકેને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
દ્ફ્જ ગ્જ્વચ્જ્ર્જ ફ્જ્ફ્ફ્