પરોઢ થાતું નથી – હરકિસન જોષી

લખી લખીને હવે કાંઈ પણ લખાતું નથી
લખેલું કાગળેથી બીજે ક્યાંય જાતું નથી !

વિરહના આંસુઓથી ભીંજવ્યો સમયને છતાં
ન આવો ત્યાં સુધી કોઈ પરોઢ થાતું નથી !

તમારા બાગમાં જ સૌના કંઠ ઊઘડે છે
વસંત રાગ કેમ રણમાં કોઈ ગાતું નથી !

કૃપાનું એક સ્મિત ફેંકો ફક્ત આ બાજુ
હવે આ પાત્રમાં ઝાઝું કંઈ સમાતું નથી !

અષાઢી મેઘ તો વરસીને ગયા આંગણમાં
હજુય લીલું લીલું ઘાસ કાં છવાતું નથી !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “પરોઢ થાતું નથી – હરકિસન જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.