[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
ઢોલ-નગારે લોકો ત્રૂઠાં,
જલતરંગનાં ભાયગ રૂઠાં !
સંતુલન આબાદ સાચવ્યું,
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં !
આંગળીઓ ! એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?
વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં !
મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઊંઠાં !
(ત્રૂઠવું = તુષ્ટ થવું)
3 thoughts on “ઊંઠાં ! – ઉદયન ઠક્કર”
કવ્ય વચત જ ખબર પદે કે ઉદયન ચ્હે
kavya vachata j khabar pade ke aamijaj udayan no, niche naam na lakho toy chale, ekam enu j, koi sak nahi
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}