- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઊંઠાં ! – ઉદયન ઠક્કર

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

ઢોલ-નગારે લોકો ત્રૂઠાં,
જલતરંગનાં ભાયગ રૂઠાં !

સંતુલન આબાદ સાચવ્યું,
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં !

આંગળીઓ ! એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?

વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં !

મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઊંઠાં !

(ત્રૂઠવું = તુષ્ટ થવું)