[ ‘દરમિયાન’ ગઝલસંગ્રહમાંથી સાભાર.]
સૌએ મળી, પરસ્પર કેવો સહયોગ કરી લીધો,
કેવી હશે એ પળ કે, મારો ઉપયોગ કરી લીધો.
નાતો નિર્મળ ને તરલ પ્રવાહ જેવો હતો,
પવન જરા પલટાયો, તો આ વિયોગ કરી લીધો.
સમસ્યાના મૂળમાં જુઓ હકીકત ખબર પડે,
સત્તાના મદમાં સત્યનો જો પ્રયોગ કરી લીધો.
એ લોકના ચહેરા-મહોરાં કળી શક્યો નહીં,
ગતિ-પ્રગતિની વાતો કરીને ઉદ્યોગ કરી લીધો !
મતભેદનું તો ઠીક પણ મનભેદનો ઉકેલ શો ?
બદઈરાદા સાથે જેણે સંયોગ કરી લીધો !
8 thoughts on “ગઝલ – નૈષધ મકવાણા”
ભલે સૌ મળી લેતા, સૌ સહયોગ કરી લેતા
હું તો જીવુંજ છુ, ભલે મારો ઉપયોગ કરી લેતા,
નાતા જીંદગી ના આવાજ હોય છે, ન કરો ફિકર
પવન પલટાયો છે ને, ભલે આ વિયોગ કરી લેતા,
સમસ્યા ના મૂળ માં જવાની જરૂર નથી આપણે
સત્તા કોને કહે, ભલે ને સત્ય નો પ્રયોગ કરી લીધો,
ચેહરા-મહોરા થી લોકો કળી શકાતા નથી કોઈદી
કરવાતો દો એમને, ભલેને તેમણે ઉદ્યોગ કરી લીધો,
મનભેદ નો કશો નથી ઉકેલ આ દુનિયા માં પણ છીએ
સ્વતંત્ર આપણે, ભલેને એણે બદઈરાદા સાથે સંયોગ કરી લીધો,
જીવવું છે મહત્વનું, નથી તેનો પ્રકાર કોઈ દિવસ
આપણે પણ આપણા માટે, નથી શું ઈશ્વર નો ઉપયોગ કરી લીધો?
અજીતકુમાર “અમર”
નૈષધભાઈની ગઝલ ગમી. … પરંતુ … આ ગઝલના જવાબરુપ અજીતકુમારની ગઝલ વધુ ગમી. જબરદસ્ત હાજરજવાબીપણું પ્રગટ થાય છે. સલામ ” અમર ” આપને !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
શ્રી નૈષધભાઇ,
આપની કૃતિ ખૂબજ સુંદર છે. ખૂબ જ ગહન વાતો એક્દમ સરળ ભાષામાં અભિવ્યક્ત કરવી એક અદભૂત કળા છે.
તમારિ સાઈટ સારી મા ગઝલ વાચી ને બહુ મઝા પડી i like your site
બહુ મજા આવેી.
અદભુત ગઝલ-મધુસુદન ઠકકર-પાટણ્
aanand aapnari
Aap sau mitro/vadilo no khub khub aabhar…