એક ભક્તની ગઝલ – ચંદ્રેશ શાહ
ધૂણી ધખાવીને બેઠો છું
હૂંડી લખાવીને બેઠો છું
છૂટે નહિ છેલ્લા શ્વાસ સુધી
લગની લગાવીને બેઠો છું
અવશ્ય થશે અમૃતનો અનુભવ
બહુ વિષ પચાવીને બેઠો છું
હરિ જ કરે ઊભો ઝાલીને હાથ
આસન જમાવીને બેઠો છું
પિંડમાં પ્રકટતું લાગે બ્રહ્માંડ
શું શું સમાવીને બેઠો છું !
મુક્તિ વિના ક્યાં આરો ચંદ્રેશ
મસ્તક નમાવીને બેઠો છું



Welcome Back Sir….
HARI J UBHO KARE HATH JALINE
AASHAN JAMAVINE BETHO CHOO….
Please Continue….
Thanks For This Nice GAZAL …..
prati ti thai ke
maro hath zali ne lai jashe muj shatruoja swajan sudhi
ચંદ્રેશભાઈ,
ધૂણી ધખાવીને બેઠા છો, અને ઘણાં વિષ પચાવીને બેઠા છો … તો જરુર હરિ હાથ ઝાલીને ઊભા કરશે જ. આપની ખુમારી ગમી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}