[તાજેતરમાં પ્રકાશિત થયેલ કવિ શ્રી શૈલેષ પંડ્યાના (કલોલ) કાવ્ય-ગઝલ સંગ્રહ ‘નિખાલસ’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhinash@gmail.com અથવા આ નંબર પર +91 9328246207 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત આ રચનાઓની અંતે આપવામાં આવી છે.]
રાતને આપણે સાચવી ના શક્યા,
સૂર્ય માટે સમય ફાળવી ના શક્યા.
જીવવાનું હવે એકધારું થયું,
શ્વાસની આવ-જા તારવી ના શક્યા.
જ્યારથી મન લઈ બેસવાનું કહ્યું,
મૌન જેવું કદી જાળવી ના શક્યા.
સાચવીને અમારે જવું કેટલે ?
કોઈ ઈચ્છા અમે ઠાલવી ના શક્યા
ઢોલ માફક પિટાઈ ગયા આખરે,
જિંદગીને સતત પાલવી ના શક્યા.
.
[2] તમને ગમે તે ખરું….. (ગીત)
તમને ગમે તે ખરું !
ક્ષણક્ષણ મારામાં છો તમે હું ફરિયાદ કોને કરું ?
તમને ગમે તે ખરું !
તમે હસાવો તમે રડાવો તમારા હાથે દોરી
મૂંગું-મૂંગું મૌન છાપી દો સ્લેટ છે મારી કોરી
તમારા ચરણે ફૂટી જવાને શ્રીફળ થઈને ફરું
તમને ગમે તે ખરું !
વેચી દેવા ઘર એનું મને વાત પાડોશીએ કરી
આવી જતા જો હોય તમે તો સોદો કરી દઉં હરિ
એય પછી તો રોજ નિરાંતે હૂંફની પ્યાલી ધરું
તમને ગમે તે ખરું !
.
[3] મુક્તકો
બંધ રાખી હોઠ આખ્ખી વારતા બોલી ગયું,
દોડતું આ કોણ મારા શ્વાસને છોલી ગયું ?
કોક પાછું આભને ઓળંગતા રોકે મને.
કોક દોડીને અચાનક ગાંઠ પણ ખોલી ગયું.
***
સુંદર આંખોમાં પડવાનો માણસ છું,
ઝબકીને ઓચિંતો રડવાનો માણસ છું.
શબ્દોના સરવાળે ખોવાયો પાછો,
ક્યાંથી મારી ભીતર જડવાનો માણસ છું.
***
એક પગલું જિંદગીને સાવ લટકાવી ગયું,
છેક રસ્તાને વટાવી શ્વાસ પર આવી ગયું.
વાત તો હું પણ કરત પણ હોઠ પર છે લાગણી,
વેદના સૂકી હતી મન આંસુ છલકાવી ગયું.
[ કુલ પાન : 103. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2 બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22110081.]
10 thoughts on “નિખાલસ – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’”
કવિ-મિત્ર શૈલેશ પંડ્યા ‘ભીનાશ’ને એમના કાવ્ય-સંગ્રહ ‘નિખાલસ’ના પ્રકાશન-પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
પુસ્તક પ્રકાશન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ.
પુસ્તક પ્રકાશન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ…. શૈલેશ પંડ્યા ” ભીનાશ ” કાવ્ય-સંગ્રહ ‘નિખાલસ’ના પ્રકાશન-પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
પુસ્તક પ્રકાશન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ…. શૈલેશ પંડ્યા ” ભીનાશ ” કાવ્ય-સંગ્રહ ‘નિખાલસ’ના પ્રકાશન-પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
શૈલેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન
Sudhirbhai..Hiral..Dinakarbahi..Solankiji..Nirajbhai..
Mrugeshbhai…
Thank you very much.
બહુ સુંદર સંગ્રહ બન્યો છે.. અભિનંદન.
ખુબ ખુબ અભિનન્દન શૈલેશભાઇ……….
શૈલેશભાઈ,
લાગણીની ‘ભીનાશ’ મઘમઘે છે આપની કૃતિઓમાં ! અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
અભીનંદન સર ….ખુબ સરસ રચના ‘તમને ગમે તો ખરુ’