[‘નવનીત સમર્પણ’ સામાયિક, જુલાઈ 2012માંથી સાભાર.] ચોથા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. પાયલ સિવાય તમામ શ્રોતાઓએ તાળીઓ પાડી. ‘તાળીઓ તો પાડ. કૅમેરો આપણા પર છે.’ હેમંતે ધીમેથી પાયલને કહ્યું. ‘ભલે રહ્યો. ખોટી તાળીઓ પાડવાનું મન નથી થતું.’ પાયલે જવાબ આપ્યો. ‘તો શા માટે આવી છે ?’ ‘હું મારી મરજીથી નથી […]
Monthly Archives: July 2012
જ્ઞાન અસીમ છે, જેટલું શીખીએ એટલું ઓછું છે. એટલે જો આપણે એમ વિચારીએ કે બધું શીખી લીધા પછી બીજાને શીખવશું, તો એ ભૂલ છે. જેટલું શીખતા જાઓ, એટલું શીખવતા પણ જાઓ. અમારી પાસેથી તમે વિદ્યાર્થીઓ જે કંઈ મેળવો એ ખેડૂતો, વણકરો, હરિજનો, દલિતોને આપો. અને એ રીતે જ્ઞાનનો તંતુ આગળ […]
આજના આ મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો તથા સર્વને મારા પ્રણામ. આજે સાત વર્ષ પૂરા કરીને રીડગુજરાતી આઠમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું આપણી અંદર ઊગતું પણ જાય છે ! […]
[‘વિચારવિજ્ઞાન’ સામાયિકમાંથી સાભાર.] ટીકા બાળક સાંભળે હરપળે, ધિક્કાર ત્યાં પાંગરે, પંપાળે કદી વૈરભાવ જીવને, નિત્યે લડાઈ કરે. હાંસીપાત્ર બને કદી જગતમાં, સંકોચ પામ્યા કરે, જો બદનામ થઈ જીવે જગતમાં, છાયા ગુનાની ઊઠે. જો જીવે સમભાવથી હરપળે, તો ધૈર્યશાળી બને, જો પ્રોત્સાહિત થઈ વિહાર કરશે, વિશ્વાસ ઊંડો ધરે. જો પામે સહુનાં […]
ચાર ખૂણા છે, ચાર ભીંતો છે, ઘરને પોતાની થોડી રીતો છે. ફૂરચે ફૂરચા ઉડી જશે જોજો, આ તો સંબંધનો પલીતો છે. ઢાળી લે છે નયન મળે છે જ્યાં, શખ્સ કેવો આ ઓળખીતો છે. રાત જામી છે કંઠ આપો જો, થોડી ગઝલો છે, થોડાં ગીતો છે. થોડા શબ્દોમાં ભાવ સોંસરવો, ‘મીર’ […]
[ અહીં એક પારસી રમૂજી ગીત પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેના સર્જક વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ગીતનો ભાવ એવો છે કે ભગવાન પોતે સાક્ષી બનીને તેમણે ભક્તોના કેટલા કામ કીધાં છે તેના વિશે વાત કરે છે….] અમે ભક્તોના રખવાલા કીધા હુતા પલ્લાદના પપ્પાએ પલ્લાદને પર્વત પરથી ફેંક્યો હુતો […]
[ રવીન્દ્રનાથ ટાગોરના આ કાવ્યમાં ભગવાનના પ્રતીક તરીકે સૂર્ય છે અને ભક્તના પ્રતીક તરીકે ઝાકળનું બિંદુ છે. તેનો અનુવાદ શ્રી ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે.] ઝાકળના પાણીનું બિંદુ એકલવાયું બેઠું’તું, એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું. સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું. ‘સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા ! હું છું […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિચારવલોણું પ્રકાશન’ના પુસ્તક ‘સંસ્થા ઘડતર’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી મુનિ દવેએ કર્યું છે.] [dc]આ[/dc]પણા કાર્યકરોમાં ખાટલે મોટી ખોડ છે, તે અધ્યયનની. અધ્યયન કરવાના ભારે ચોર. ઠેઠ તે જમાનાથી આજની ઘડી સુધી હું આ વિશે મૂકાય એટલો ભાર મૂકતો આવ્યો છું કે આપણે કાયમ અધ્ધયન કરતા […]
[પુનઃપ્રકાશિત] [ઈ.સ 1982માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગદ્યસંચય – ભાગ:2’ માંથી સાભાર.] [dc]સો[/dc]હામણા કાશ્મીરનું ગુલમર્ગ એ એક સુન્દરતમ સ્થળ છે. એક વખત જોયું હોય તો કોઈ તેને ભૂલી શકતું નથી. આ વખતે મેં અગિયાર વર્ષે ફરી ગુલમર્ગ જોયું, પણ જાણે તે ચિર-પરિચિત ! કાશ્મીરનાં બીજા સર્વ સ્થળો કરતાં ગુલમર્ગની શોભા કાંઈક […]
[‘પ્રભુના લાડકવાયા’ પુસ્તકમાંથી સાભાર.] ગાંધીજી કોણ હતા તેની ખબર સૌને હોય, પરંતુ ગાંધીજી ‘શું’ હતા તેની ખબર બહુ ઓછા લોકોને હોય છે. મહાવીર ત્યાગીએ નોંધેલો એક પ્રસંગ ત્રણ વાર વાંચવાથી ગાંધીજી શું હતા તેનો અંદાજ આવી જાય એમ બને. પ્રથમ વાર એ પ્રસંગ વાંચવાથી ગાંધીજી પ્રત્યેનો આદર વધી જશે. બીજી […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] [dc]ઈ[/dc]ચ્છા-અગણિત, અડાબીડ, ઘનઘોર ઈચ્છાઓ…. આખી માનવજાત ઈચ્છાઓના જંગલમાં અટવાય છે. ઈચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ? ગરીબમાં ગરીબ માનવીએય ઈચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધાં હોય !! આ વિભાવના માટે શબ્દોનીયે રેલમછેલ છે- ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, […]
પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતીના કેટલાક વાચકમિત્રો દ્વારા તા. 6 થી 9 જુલાઈ દરમિયાન દુબઈની મુલાકાત લેવાનું તથા ત્યાંના સૌ વાચકમિત્રોને મળવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે હું સૌનો હાર્દિક આભારી છું. તા. 6 જુલાઈને શુક્રવારે દુબઈના સમય પ્રમાણે બપોરે 2 વાગ્યા બાદ, અહીં નીચે આપેલા સરનામે ત્યાંના સૌ વાચકમિત્રો મને […]