Archive for July, 2012

વાર્તાદ્વયી – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] [1] હું જીવી લઈશ – મધુભાઈ ભીમાણી સૂરજ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યો હતો. વાયરો તદ્દન શાંત થઈ ગયો હતો. ઝાડ પરનું એક પાનેય હાલતું નહોતું. ખરી બપોરનો-બળબળતો તડકો ધનસુખના ઘરમાં પ્રસરી ગયો હતો. કે’વાય કે ઘરમાં તે સૂતો હતો, પણ ખરેખર તો એ આળોટતો હતો. પડખું ફરતાંય દાઝતો હતો. ધનસુખને ક્યાંય […]

નાપાસ થવાની મોસમ – વિનોદ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] [dc]જ[/dc]ગ્ગાડાકુ ફેઈમ (અને ‘ચિત્રલેખા’ના તંત્રી સદગત) હરકિસન મહેતાને ડૉક્ટર થવાનું મન હતું, ડૉક્ટર થઈ અંતરિયાળ ગામડાંઓમાં જઈ તેમને ગરીબ લોકોની સારવાર કરવી હતી. પણ ઈશ્વરને એ મંજૂર નહોતું. માણસને મારવાના તેના અબાધિત હક્ક પર એવો જ બીજો માણસ તરાપ મારે એ ઈશ્વરને કેમ ગમે ? આ કારણે જેમાં નાપાસ થવું અઘરું હતું […]

ભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ કલામ

[ દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન ગતવર્ષે ‘ભારતીય ચેતના’ પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે, જેમાંથી આપણે કેટલાક પ્રશ્નો એક લેખ રૂપે માણ્યા હતાં. આજે તેનો બીજો ભાગ માણીએ. આ પ્રશ્નો યુવાનોનાં સ્વપ્નો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનાં પ્રતિબિંબ પ્રગટ કરે છે અને ડૉ. […]

હું વિમાન બનું છું – ચન્દ્રકાન્ત ટોપીવાળા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]એ[/dc]ક જ જગ્યાએ ખોડાયેલું વૃક્ષ જોઉં છું તો, મને બે પગ છે, એનો આનંદ આવે છે, તો, પશુના ચાર પગની ઉડાઉગીરી જોતાં મારા બે પગની કરકસરનું મને ગૌરવભાન થાય છે. હા, પંખીને ઊડતું જોઉં છું ત્યારે મને મારા બે પગની અને મારી પણ દયા આવે છે. ‘કિરાતાર્જુનિયમ’ મહાકાવ્યના એક સર્ગમાં નારદ […]

મૌન…..! – રેણુકા દવે

[‘તથાગત’ સામાયિક જુલાઈ-ઑગસ્ટ-2012માંથી સાભાર. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.] [dc]તા[/dc]ળું ખોલ્યું ને ઘરમાં પગ મૂક્યો ત્યારે ઘંટડી વાગી રહી હતી. રીવાએ હાથમાં પેકેટ્સ સોફા પર મૂકતાંક પર્સમાંથી ફોન લીધો. રાહુલનો હતો. ‘બોલ, રાહુલ !’ ‘સાંભળ, એક ગુડ ન્યુઝ છે. આપણે જે પેલો ટ્રેઈનિંગનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો ને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.