સૂર્ય સામે ઊભા રહેતાં શીખો, જીવણ !
ભીનછાયાં થઈ સૂકા રહેતાં શીખો, જીવણ !
છે દિવાલો ઝાકળની જો ઝળહળ ઝળહળ
જળઅગ્નિથી જુદા રહેતાં શીખો, જીવણ !
ચન્દ્ર થઈને મનની ભીતર સ્મરણો વહેતાં
જળ વિના પણ વહેતાં રહેતાં શીખો, જીવણ !
શ્યામ સુંદિર સપનું કેવળ પળની લીલા
પળવિપળથી છૂટા રહેતાં શીખો, જીવણ !
મનલોચનમાં ઝબકી ઊઠે શબ્દ અમારા
એમ ગઝલને છૂતાં રહેતાં શીખો, જીવણ !
One thought on “જીવણ કાવ્ય – જયેન્દ્ર શેખડીવાળા”
જયેન્દ્રભાઈ,
જબરી શિખામણ આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}