પાછું – હર્ષ બ્રહ્મભટ્ટ

કયા જનમનું અચાનક થયું સ્મરણ પાછું ?
નજરની સામે એ જ વન અને હરણ પાછું.

બધું જ યાદ રજેરજ ને ભુલકણો પણ છું,
બધે જ શોધતો ફરું છું બાળપણ પાછું

બધી જ છીનવી લેશે શિશુની મૌલિકતા,
શીખવશે સર્વ વડીલો અનુકરણ પાછું.

બધું જ માંડ ગોઠવાય અહીં જીવનમાં,
બધું જ ક્ષણમાં વિખેરી જાતું મરણ પાછું.

પહાડનું એ પીગળેલું હર્ષ હૈયું છે,
નહીં ધકેલી શકો પ્હાડમાં ઝરણ પાછું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવણ કાવ્ય – જયેન્દ્ર શેખડીવાળા
પૂર્વે હતો હું….. – હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (અનુ. ઝવેરચંદ મેઘાણી) Next »   

7 પ્રતિભાવો : પાછું – હર્ષ બ્રહ્મભટ્ટ

 1. jaydeep sinh zala says:

  ાઝલ વધારે લામ્બિ હોત તો વધારે જામત બાકિ બધુ બરાબર હો!
  હુ પન ગઝલ,કવિતા,નવલિકા,નિબનધ જેવુ ઘનુ લેખન કરુ
  મારો નબર = ૯૮૯૮૯૧૨૪૩૯

 2. ajitkumar "amar" says:

  બહુ સરસ હર્ષભાઈ. તમારા શબ્દો માં સાચી વેદના નું ફીલીંગ થાય છે.

  જો તમેં છો અહિયાં તો, મને કોણ યાદ કરે છે?
  અમીલન ની મારા થી કોણ, હવે ફરિયાદ કરે છે?,

  દીવો તો બળતો રહ્યો પણ, ના હતી રોશની સાથે,
  પછી અંધારા માટે પવન ની કોણ, હવે ફરિયાદ કરે છે?

  ઉપાડી છે મારી નનામી મેં, સૌની સાથે તો પછી
  મારા હાજર ના હોવાની કોણ, હવે ફરિયાદ કરે છે?

  • પરેશ કાપડિયા says:

   અજિતભાઈ, “અમીલન” એટલે શું કહેવા માંગો છો?
   જો મિલનનો અભાવ તો “અમિલન” લખાવું જોઈએ, નહીં?
   ‘હસ્તક્ષેપ’ કે ‘અણસમજ’ બદલ ક્ષમા માંગુ છું.

 3. tejas dave says:

  વાહ્… સરસ્. ગઝલ

 4. Himanshu Vyas says:

  ખુબ જ સરસ ..ખુબ જ સરસ..

 5. પરેશ કાપડિયા says:

  “પહાડનું એ પીગળેલું હર્ષ હૈયું છે,
  નહીં ધકેલી શકો પ્હાડમાં ઝરણ પાછું.”

  મક્તાની આ પંક્તિઓ પરથી કવિ જલન માતરીની એક ગઝલનો શેર યાદ આવે છે.

  કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
  કે નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી
  તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી…

  હર્ષભાઈ, ગઝલ વાંચવાની બહુ મજા આવી…

 6. dave abhay says:

  મને ગઝલ લખવાનો શોખ મને ગઝલ ગમિ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.