પૂર્વે હતો હું કસબી કુંભાર,
મારે દિલે ખૂબ હતી ખુમારી
કે રીઝવી કોમલ માટીને હું
ધાર્યા ઉતારીશ અનેક ઘાટ.
આજે પરંતુ નવજ્ઞાન લાધ્યું
ને ગર્વ મારો ઊતરી ગયો છે :
માટી તણો એ કસબી મટીને
માટી થવાનું મુજને ગમ્યું છે.
પૂર્વે હતો હું કવિ – ને અનંતા
ગીતો ઝરંતાં મુજ લેખણેથી,
લોકો તણાં અંતર મુગ્ધ થાતાં.
આજે પરંતુ, કદીયે નહોતું
જે જાણિયું તે નવલું જ જાણ્યું;
ગીતો તણી એ રચના તજીને
પોતે બન્યો છું લઘુગીત માત્ર.
One thought on “પૂર્વે હતો હું….. – હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (અનુ. ઝવેરચંદ મેઘાણી)”
સ્વ વિષેનું જ્ઞાન પીરસતું ગીત ઘણું બધુ કહી જાય છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }