શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂજો ફૂટશે….
હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?….
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
7 thoughts on “રુબાઈયાત – ઉમર ખય્યામ (અનુ. ‘શૂન્ય’ પાલનપુરી)”
વાહ વાહ…આ અશઆરનેી સાથે ખય્યામ સાહેબનિ તસવિર ૫ન ખપે
સરસ કાવ્ય વાન્ચવાનિ તક મળી
સરસ્
સલામ ખૈયાબસાબ ! ઝાંબાઝ જવાબ દીધો ખુદાને !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
વાહ વાહ
સુંદર રચના!!!
સુંદર!