ભગવાનની લીલા ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘જનકલ્યાણ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.]

[dc]1[/dc]972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.

મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.

‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.

કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.

અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.

એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.

પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’

વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.

બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’

કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવનસરિતા – સંકલિત
ઉધ્ધવગીતા – શ્રીમદ ભાગવત Next »   

30 પ્રતિભાવો : ભગવાનની લીલા ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Shailesh Patel says:

  ખુબ જ સરસ લેખ….
  ખરેખર ભગવાન બધાને મદદ કરવા તત્પર હોય જ છે પણ આપણને તેના પર વિશ્વાસ નથી પડતો……

 2. Harihar Vankar says:

  ખરેખર ભગવાન નિ લિલા અપરમ્પાર હોય …….

 3. tia says:

  આ સત્ય ઘટના હોઈ શકે છે, કારણ કે દૈનિક ના નામઠામ સાથે વરસો નો હવાલો દેવાયો છે. ખરેખર ઈશ્વર નો ભાવુકો માટે ની ક્રીપા નો કોઈ પાર નથી.

 4. Moxesh Shah says:

  ખૂબ જ ભાવવાહી, સંવેદન્શીલ.

 5. વાંચેલી વાત પણ ફરી વાંચવી ગમી. શ્રધ્દ્ધા હોય તો સાક્ષાત ઇશ્વર આપણી મદદે આવે છે.

 6. Piyush Patel says:

  No dought that the owner of Jai Hind is a NOBEL person but at the same time the family of the auther is also equally NOBEL.

  Really a heart touching narration.

 7. tushar mankad says:

  સાચુ જ …. ધારો તો દરેક સામેવાળી વ્યક્તિ ભગ્વાન જ કહેવાય …. ભલે પચ્હિ એ પિતા … માતા … પત્નિ … પડોસિ …હોય we don’t know … ઘણાને આવા અનુભવ થાતા હોય ચ્હે …ખુબ સરસ …

 8. parth shah says:

  ભગવાન ને શોધવાનિ જરુર નથેી હોતિ આપનિ આસપાસ જ હોય ૬…….

 9. Ghanshyam says:

  I always like Dr. articles.
  Very brief but nicely narrated and touching.
  Thanks Dr. and Mrugesh,for presenting nice articles.
  Ghanshyam

 10. Rajni Gohil says:

  ભગવાનની લીલા તો અપાર જ હોય છે તે પામવા આપણી તૈયારી હોવી જોઇએ ને? ભગવાન પરના અડગ વિશ્વાસથી ગમે તેવું કઠિન કામ પણ કેવું સરળતાથી પાર પડી જાય છે!

  સુંદર પ્રસંગ આપણા ભગવાન પરના વિશ્વાસને વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. સુંદર લેખ બદલ આભાર.

 11. Jay Patwa says:

  My eyes flooded with tears.Jayhind’s owner was agent of God.
  My hearty good wishes to Jayhind’s owner,Your living on the Earth is Worth.
  I know many people like him,they may not be super rich but people remember
  them with high respect, more than Mukesh Ambani.

 12. nitin says:

  ખુબ ગમ્યુ.વિજળીવાળા નુ લખાણ પ્રામાણીક અને હ્રદયપુર્વક હોય ચે.અભિનન્દન્

 13. વિપુલ ચૌહાણ says:

  ખુબ જ સરસ વાત. ડૉ. વીજળીવાળા ના લેખ ઘણા સરસ હોય છે.
  ભગવાન તો આપણને મદદ કરવા તૈયાર જ હોય છે. આપણે એક ડગલું ભરવું પડે અને શ્રદ્ધા રાખવી પડે.

 14. જ્યાં નેકિ અને પ્રમાણિકતા હોય ત્યાં પરમાત્માનાં આશિર્વાદ અચુક હોય છે. આ અનુભવે જ સમજાય છે. આ શ્રધ્ધા અને વિશ્ર્વાસનો વિષય છે. જીવનમાં બનતી અનેક ઘટનાને એવી રીતે જોવાની ટેવ પડે તો અનેક દાખલા મળશે. ડોક્ટર સાહેબ ખુબ ખુબ અભિનંદન.

 15. Gajanan Raval says:

  Dear Dr. I. K.,
  Your articles based on facts make many people think and believe in humanity and divinity… Hearty congrats on Janmastmi…It’s said…Unless you show gratitude towards
  what you get, you want get what you want…
  Gajanan Raval
  Salisbury-MD,USA

 16. Vasant says:

  Fantastic & touchy real story.

 17. vikrant mankad says:

  sir

  Sh Dongrajimaraj was a grate man & he change many pepole life

 18. patel bhaichandbhai says:

  sheth shaglsha nat mastak parnam

 19. nirali soni says:

  ખુબ જ સરસ વાત કરી છે સર તમે, તમે કહ્યું છે તેવું હું believe પણ કરું છું.

 20. આ વત ખરેખર સરસ છે. આપ્ને લલ ઉપેર વિસ્વ્સ મુક્ત નથિ. બકિ પુ. દોન્ગ્રેજિ મહરજે ખ્યુ. તે સચુ છે. મરો લલો બધને મદદ કરવ તૈયાર છે.

 21. kansara gita says:

  ખુબ સરસ સમજવા જેવો લેખ્. હિમતે મર્દા તો મદદે ખુદા.નેીતિ સારેી હોયતો કોઈને કોઈ
  પ્રકારે મદદ મલેજ્.આત્મવિશ્વાસ ને શ્રધ્ધા હોવા જરુરેી ચ્હે.

 22. Sanjay Upadhyay says:

  ડો.વીજળીવાળા પોતે અદભુત વ્યક્તિત્વના માલિક છે એમા તો કોઇ શંકા નથી પરંતુ એક મુસ્લિમની કલમે લખાયેલ આ ક્રુષ્ણપ્રેમની વાત નાસ્તિકને પણ શ્રદ્ધા ન જગવે તો જ નવાઈ.અલબત્ત્, તેમને મુસ્લિમ કે હિન્દુ તરીકે ઓળખવા કરતાં અત્યંત સામાન્ય આર્થિક પરિસ્થિતિ સામે ઝઝુમી ઉત્તમ ડોક્ટર અને માનવ બનેલા વ્યક્તિત્વ તરીકે ઓળખવા વધુ ગમે. તેમના બહેન શરીફા પણ ગુજરાતી સાહિત્યનું ઝળહળતું નામ છે. સંતાનોને આટલા ઉત્તમ સંસ્કાર આપનાર તેમના માતાપિતાને હજારો સલામ .

 23. sanjay upadhyay says:

  અત્યંત પ્રેરક અને ભાવવાહિ લેખ.

 24. Bhumika Modi says:

  ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’
  Dear Shri Dr. I.K.Vijliwala sir,

  Read this story for almost 15 times. Everytime, I have visulised a little boy selling papers and listening to words of Shri Dongreji Maharaj. Hats off to you and your family. I will say, Your stories have nutrition for the soul. Recharges positivity. Thanks so much for motivating us towards goodness sir.

  Lots and lots of BEST regards
  Bhumika

 25. ખુબ જ હ્રિદય સ્પર્શી ઘટના……ગમિ…..હુ એનો હિન્દીમા વીજળીવાળા સહેબ્ના નામે અનુવાદ કરી શકુ.?આભાર.

 26. KRUTI M VYAS says:

  અપનેી દરેક વારતાઓ મને વાચવેી ખુબ ગમે ચ્હે.આપનેી દરેક વારતાઓ ર્હ્દય સ્પર્સેી હોયચ્હે,જેને વાચવાનેી ખુબ મજા આવે ચ્હે.દરેક વ્યક્તેીના જેીવનમા શ્રધા નેીજ્યોત જગાવેી જાય ચ્હે.ખરેખર દરેક વ્યક્તેી ના જેીવનમા આશાનો સન્ચાર કરે તેવેી હોય ચ્હે.

 27. Rushit Patel says:

  god is great

 28. Sagar Thakkar says:

  “મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !” This sentence may enough to fulfill lost carriage.

  GOD is invisible support, which never feel us alone in any circumstances.

  “If GOD doesn’t exist, It’s better to create”

 29. S.M.Pravasi says:

  વિષય વસ્તુ અને વાર્તા એકંદરે સારી લાગી.
  મને લીલા તો જયહિંદવાળા શેઠની જ લાગી,બાકી અહિં ‘લાલા’ ક્યાંથી આવ્યા?

  પેલો મહમદ ગઝની, ૧૭-૧૭ વાર સોમનાથનુ (ઘર)મંદિર તોડી ફોડી ને ખેદાન મેદાન કરી ગયેલો ત્યારે “લાલા” સાહેબ એક્ પણ વાર કશુ જ ના કરી શક્યા?
  ત્યારે ક્યાં હતા?
  જયહિંદવાળા શેઠે કરેલી લીલા તેવી,છે કોઇ સોલીડ માની શકાય તેવી સાબિતિ ???

  વ્હિંદવાળા શેઠની લીલા

 30. Arvind Patel says:

  Let us not consider this as a story, but this is as an experience of life. Such miracles happen in every ones life, in case you are aware enough to get it experience.
  Many times, we don’t know exact the reason how such difficult task resulted in positive outcome which was almost losing proposition !! some time it may Exam result, or some time Job oppertunity , or some time life turning points shows such miracles in life. We also remain surprised !! Yes, this is true in all our life, in every ones life. We must thank God for such miracles happens in our life. God is very kind. It is matter of our point of view, how we experience it.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.