પૃથ્વી – સુરેશ દલાલ

[ આદરણીય સાહિત્યકાર, કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ઉત્તમ કાવ્યોથી લઈને ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે. તેમના ‘ઈમેજ’ પ્રકાશને ઉત્તમ ગુણવત્તા ધરાવતા પુસ્તકોને ઉત્તમ છાપકામ દ્વારા સુશોભિત કર્યા છે. તેમના વિચારપ્રેરક નિબંધોની ‘ઝલક’ શ્રેણીને તો કેમ ભૂલી શકાય ? ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુપ્રાર્થના સાથે આજે શ્રદ્ધાંજલિ રૂપે તેમના જ એક અછાંદસ કાવ્યથી તેમની ચેતનાને વંદન કરીએ. – તંત્રી ]

મારે માટે પૃથ્વી એ પૃથ્વી છે
એટલું જ પૂરતું છે.
પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની
ફાંકેબાજ વાત કરવાનો
મને કોઈ રસ નથી
અને પૃથ્વી પર
જો નરક હોય – અને છે – પણ
એ આપણે જ ઊભું કરેલું છે.

લાફિંગ કલબ અને
રડવાની રેસ્ટોરાંની વચ્ચે
ઊભા રહીને
હું તો માત્ર એટલું જ કહું છું
ભગતની વાણીમાં :
‘ક્ષણ હસવું ક્ષણ રડવું,
આ પૃથ્વી વિણ ક્યાં જડવું ?’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “પૃથ્વી – સુરેશ દલાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.