પૃથ્વી – સુરેશ દલાલ

[ આદરણીય સાહિત્યકાર, કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ઉત્તમ કાવ્યોથી લઈને ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે. તેમના ‘ઈમેજ’ પ્રકાશને ઉત્તમ ગુણવત્તા ધરાવતા પુસ્તકોને ઉત્તમ છાપકામ દ્વારા સુશોભિત કર્યા છે. તેમના વિચારપ્રેરક નિબંધોની ‘ઝલક’ શ્રેણીને તો કેમ ભૂલી શકાય ? ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુપ્રાર્થના સાથે આજે શ્રદ્ધાંજલિ રૂપે તેમના જ એક અછાંદસ કાવ્યથી તેમની ચેતનાને વંદન કરીએ. – તંત્રી ]

મારે માટે પૃથ્વી એ પૃથ્વી છે
એટલું જ પૂરતું છે.
પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની
ફાંકેબાજ વાત કરવાનો
મને કોઈ રસ નથી
અને પૃથ્વી પર
જો નરક હોય – અને છે – પણ
એ આપણે જ ઊભું કરેલું છે.

લાફિંગ કલબ અને
રડવાની રેસ્ટોરાંની વચ્ચે
ઊભા રહીને
હું તો માત્ર એટલું જ કહું છું
ભગતની વાણીમાં :
‘ક્ષણ હસવું ક્ષણ રડવું,
આ પૃથ્વી વિણ ક્યાં જડવું ?’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વક્તવ્ય – સુરેશ દલાલ
ત્રણ મુક્તકો – હર્ષદરાય દવાવાલા ‘બેચેન’ Next »   

15 પ્રતિભાવો : પૃથ્વી – સુરેશ દલાલ

 1. Ajay says:

  ભગવાન સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના.

 2. અજય says:

  પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતી આપે એવી

 3. priyangu says:

  ગુજરાતી સાહિત્ય ને ન પુરી શકાય તેવી ખોટ!!

 4. Jasmin Shah says:

  એક એવો કવિ કે જેણે કવિતા નુ રુપ જ બદલિ નાખેલ તેમને નમશ્કાર .

 5. Jasmin Shah says:

  શ્રદ્ધાંજલિ,

  અમે લખિ શક્તા નથિ તો શુ થયુ,
  આપનિ કવિતા એ તો અમને લખવા માટે મજબુર કરિ દિધા.

 6. નિર્વાણાંજલિ.

  પરમકૃપાલુ પરમાત્મા આ૫ના આત્મા ને પરમ શાંતિ આપે.

 7. Hiren Patel says:

  જતિ વેળાયે બોલવા નુ શુ, હ્રદય ને શ્બ્દોમા ખોલવા નુ શુ…

 8. Moxesh Shah says:

  શ્રદ્ધાંજલિ.
  સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી.
  ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. તેમની ચેતનાને વંદન.

 9. Sweta says:

  સુરેશ દલાલ ના જવા થી ગુજરાતી સાહિત્ય નો ઍક યુગ આથમી ગયો. પ્રભુ એમના આત્માને શાન્તી આપે.

 10. હર્ષ આર જોષી says:

  કાવ્યપંક્તિ લખવીતી એટલે લખી
  પણ એ કાવ્યપંક્તિ ન પણ હોય!

 11. nitin says:

  આદરણીય દલાલ આપણી વચ્ચે નથિ.ઉત્તમ કાવ્યો અને નવા વિચારો તેમને
  આપ્યા .તેમના આત્મા ને પ્રભુ શાન્તિ આપે

 12. ગુજ્જુ કવિ શ્રી સુરેશભા ને કોટિ કોટિ પ્રણામ !!

 13. ગુજરાતી સાહિત્યમાં એક કળાયેલો મોરલો પોતાનો ટહુકો ગુંજતો કરીને ચાલ્યો ગયો છે પણ તેનો ટહુકો વાચકોના દિલમાં સદા ટહુકતો રહેશે.
  ભગવાન સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આવી પડેલ દુઃખને સહન કરવાની શકિતપ્રભુ આપે તેવી પ્રાર્થના સહ દિલથી શ્રદ્ધાજંલિ.

 14. Gsndhu says:

  અન્શુ

 15. Kalidas V. Patel { Vagosana } says:

  સ્વ. સુરેશભાઈ,
  હાજરી ના હોય આ પૃથ્વી પરે, પણ નામ જેનું બોલાયા કરે વારંવારે મહેફિલે …એ જ તો ઓળખ ખરી કવિની ! સલામ આપને…
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.