ગઝલ – શોભિત દેસાઈ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

સાધુ બાવા પીર વધતા જાય છે
ઝાંઝવાનાં નીર વધતાં જાય છે

ફૂલ જેવાં ક્યાંય દેખાતા નથી
ઠાવકા, ગંભીર વધતા જાય છે

પ્રેમની ભાષા જ વીંધાઈ ગઈ
બોલીઓમાં તીર વધતાં જાય છે

થઈ રહ્યો છે એમ ધંધાનો વિકાસ
મસ્જિદો-મંદિર વધતાં જાય છે

કાળ બેરહમીથી ખેંચે છે છતાં
જિંદગીનાં ચીર વધતાં જાય છે


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ મુક્તકો – હર્ષદરાય દવાવાલા ‘બેચેન’
આપણી બુદ્ધિસંપદા – વિનોદ ગુપ્તા Next »   

4 પ્રતિભાવો : ગઝલ – શોભિત દેસાઈ

 1. priyangu says:

  સુંદર રજુઆત

  સબંધો ના વહેણ સ્થીર છે છતાં
  હેત વહાણે અંતર વધતા જાય છે!

 2. Kalidas V. Patel { Vagosana } says:

  શોભીતભાઈ,
  ખરે જ ! ઘર,ઓફિસ,દેશ,પરદેશ અરે ગ્રહો પણ નજદીક આવી ગયા… પરંતુ માનવ માનવ વચ્ચેનાં અંતર વધતાં જાય છે !
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. MANOJ DOSHI says:

  પાણી હુ તો નિયમિત પાઊ છુ છતા,
  ઝાડ પરથી લિલા પાન.. ખરતા જાય છે !

 4. Darshan Rana says:

  NICE one!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.